બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / The family of the deceased in the Surat railway accident will be paid Rs. 10 lakh assistance

નિર્ણય / સુરત રેલવે દુર્ઘટના: મૃતકના પરિવારને ચૂકવાશે રૂ. 10 લાખની સહાય, ભાગદોડમાં થયું હતું એકનું મોત

Priyakant

Last Updated: 01:23 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Railway Station Latest News: કેન્દ્રીય રેલ રાજયમંત્રી દર્શના ઝરદોશે કહ્યું, બેંક વિગતો આવ્યા બાદ પરિવારને તાત્કાલિક સહાય ચૂકવાશે, મૃતકનો પીએમ રિપોર્ટની પણ વાટ જોવાઇ રહી છે

  • સુરત રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં વ્યક્તિના મોતનો મામલો
  • રેલવે વિભાગ દ્વારા મૃતકના પરિવારને ચૂકવાશે 10 લાખની સહાય
  • કેન્દ્રીય રેલ રાજયમંત્રી દર્શના ઝરદોશની જાહેરાત
  • મંત્રી દ્વારા હાલ પરિવારને 50 હજારની આર્થિક સહાય ચુકવાઇ 
  • 10 લાખની સહાય ચૂકવવા મૃતકના પરિવારની બેંક વિગતો મંગાવાઇ 

Surat Railway Station : દિવાળીના તહેવાર વચ્ચે સુરતમાં ગઈકાલે રેલવે સ્ટેશન પર મુસાફરો વચ્ચે થયેલી ભાગદોડમાં વ્યક્તિના મોત થયું હતું. આ તરફ હવે સામે આવ્યું છે કે, રેલવે વિભાગ દ્વારા મૃતકના પરિવારને 10 લાખની સહાય ચૂકવાશે. મહત્વનું છે કે, કેન્દ્રીય રેલ રાજયમંત્રી દર્શના ઝરદોશ દ્વારા આ જાહેરાત કરાઇ હતી. મંત્રી દ્વારા હાલ પરિવારને 50 હજારની આર્થિક સહાય ચુકવાઇ છે. 

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડના પગલે ધક્કામુક્કી સર્જાઈ હતી. જેમાં એકનું મોત થયું હતું તેમજ 4થી 5 મુસાફરો બેભાન થયા હતા. જે ઈજાગ્રસ્ત મુસાફરોની રાજ્યકક્ષાના રેલવેમંત્રીએ મુલાકાત લીઘી હતી. આ તરફ હવે કેન્દ્રીય રેલ રાજયમંત્રી દર્શના ઝરદોશ દ્વારા મૃતકના પરિવારને 50 હજારની આર્થિક સહાય ચુકવાઇ છે. આ સાથે રેલવે વિભાગ દ્વારા પણ મૃતકના પરિવાએને 10 લાખની સહાય ચૂકવવાનું જણાવાયું છે. 

તાત્કાલિક સહાય ચૂકવાશે: કેન્દ્રીય રેલ રાજયમંત્રી
કેન્દ્રીય રેલ રાજયમંત્રી દર્શના ઝરદોશે જણાવ્યું હતું કે, 10 લાખની સહાય ચૂકવવા મૃતકના પરિવારની બેંક વિગતો મંગાવાઇ છે. બેંક વિગતો આવ્યા બાદ પરિવારને તાત્કાલિક સહાય ચૂકવાશે. આ સાથે તેમણે કહ્યું કે, મૃતકનો પીએમ રિપોર્ટની પણ વાટ જોવાઇ રહી છે. જેના આધારે પરિવારને આર્થિક સહાય ચૂકવવાના આવશે. 

શું હતો સમગ્ર મામલો ? 
દિવાળીના પર્વ પર સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી છે. જે ભીડમાં ધક્કામુક્કી સર્જાઈ હતી, જેમાં 4થી 5 મુસાફરો બેભાન થયા હતા. જે તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં સારવાર દરમિયાન 1 મુસાફરનું મોત થયું છે. રાજ્યકક્ષાના રેલવેમંત્રીએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. અત્રે જણાવીએ કે, દર્શના જરદોશે સ્મીમેર હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછયા હતા.

દિવાળીના તહેવારો વચ્ચે ગઈકાલે સુરત રેલવે સ્ટેશનની ઘટના બાદ તંત્ર એલર્ટ બન્યું છે. જેને લઈ હવે અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટો બંધ કરાઇ છે. મહત્વનું છે કે, અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મુલાકાતીઓને પ્રવેશ નહીં મળે. સુરતની ઘટના બાદ રેલવે તંત્ર અને RPF સાથે પોલીસે બેઠક યોજી હતી. નોંધનિય છે કે, ગઈકાલે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડના પગલે ધક્કામુક્કી સર્જાઈ હતી. જેમાં એકનું મોત થયું હતું તેમજ 4થી 5 મુસાફરો બેભાન થયા હતા. 

અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટો બંધ કરાઇ છે. મહત્વનું છે કે, પહેલા અમદાવાદ પ્લેટફોર્મ પર રોજની સરેરાશ 5થી 6 હજાર પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ થતુ હતુ. જોકે હવે પ્રવેશ અને નિકાસનો ગેટ પણ અલગ અલગ કરાયો છે. ગઈકાલે સુરતની ઘટના બાદ રેલવે તંત્ર અને RPF સાથે પોલીસે બેઠક યોજી હતી. જેથી હવે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મુલાકાતીઓને પ્રવેશ નહીં મળે. અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે હવે જનરલ કોચ નજીક RPF અને GRPને સ્ટેન્ડ ટુ રાખી લાઈનમાં ઉભા રાખી પ્રવેશ અપાઈ રહ્યો છે. આ સાથે હવે 70થી વધુ GRP, 60થી વધુ RPF પોલીસ અને 50 હોમગાર્ડ જવાનો સ્ટેશન ખાતે તૈનાત રહેશે. રેલવે સ્ટેશન ખાતે પોલીસજવાનો રાઉન્ડ ધ ક્લોક ૩ શિફ્ટમાં ડ્યુટી કરશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ