બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The education department has made an action plan regarding the board exam

પૂર્વતૈયારી / ધો. 10-12 બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા શિક્ષણ વિભાગ સજ્જ, અમદાવાદમાં 45 શિક્ષકો કરશે CCTVનું મોનિટરિંગ

Malay

Last Updated: 05:46 PM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સમાન રીતે લેવાય અને ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવીનું મોનિટરિંગ મહત્વનું છે. આ માટે શિક્ષણ વિભાગે એક એક્શન પ્લાન બનાવ્યો છે.

 

  • બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ તૈયાર
  • ક્લાસરૂમના CCTV વીડિયો જોવામાં આવશે
  • અમદાવાદમાં મોનિટરિંગ માટે બનાવાઈ 3 ટીમ

આગામી 14 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા શિક્ષણ વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જે મુજબ બોર્ડની પરીક્ષામાં ક્લાસરૂમના સીસીટીવી વીડિયોને ત્રણ વખત ચેક કરવામાં આવશે.

તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના
બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપી છે કે, સીસીટીવીની વ્યવસ્થાની તપાસ કરવામાં આવે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સીસીટીવીનું મોનિટરિંગ માત્ર સ્કૂલ સમય પૂરતું નહીં રહે, પરંતુ પરીક્ષાના વર્ગખંડના સીસીટીવી ત્રણ વાર તપાસાશે. 

એક નહી ત્રણ વખત ચેક કરાશે સીસીટીવી
પહેલાં પરીક્ષા દરમિયાન સીસીટીવીનું લાઇવ મોનિટરિંગ થશે, જ્યાર બાદ જિલ્લા કક્ષાએ અધિકારીઓની ટીમ સીસીટીવી વીડિયોની તપાસ કરશે. ત્યાર બાદ ત્રીજા તબક્કામાં બોર્ડ દ્વારા રેન્ડમલી સ્કૂલોના સીસીટીવીની તપાસ કરાશે.

દરેક ટીમમાં 15 શિક્ષકનો સમાવેશ
અમદાવાદમાં ક્લાસરૂમના CCTV વીડિયોને ચેક કરવા માટે 3 ટીમ બનાવવામાં આવી છે. દરેક ટીમમાં 15 શિક્ષકોને રાખવામાં આવ્યા. અમદાવાદમાં 45 શિક્ષકો સીસીટીવીની તપાસ કરશે. 

Strict punishment will be given to students who cheat in Gujarat Board Exam

... તો વિદ્યાર્થી સામે થઈ શકશે કોપી કેસ
પેપર પૂર્ણ થયા બાદ પણ CCTVના રેકોર્ડિંગની તપાસ કરવામાં આવશે. આ દરમિયાન જો કોઈ વિદ્યાર્થી શંકાસ્પદ જણાશે તો તેની સામે કોપી કેસ થઈ શકશે. 

ચોરી કરનારા વિદ્યાર્થીને મળશે કડક સજા
પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા પકડાશે તો તેને કડક સજા કરવામાં આવશે. ચોરી કરનારો વિદ્યાર્થી 2 વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં. ચોરી કરનાર અને કરાવનારા બન્ને વિદ્યાર્થીઓએ 2 વર્ષ સુધી ઘરે બેસવું પડશે. આ સાથે જ બોર્ડ દ્વારા બીજો પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં હથિયાર સાથે પકડાશે તો તે વિદ્યાર્થી આજીવન પરીક્ષા આપી શકશે નહીં. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બોર્ડ દ્વારા નિયમો જાહેર કરાયા

14મી માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી 28મી માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 29મી માર્ચ સુધી ચાલશે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 25મી માર્ચ સુધી ચાલશે. કુલ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જુઓ સમગ્ર કાર્યક્રમ..


ધોરણ 10નું ટાઈમ ટેબલ

14 માર્ચ- ગુજરાતી
16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ