બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / The driver lost control on the high slope of Kistwar, the car plunged into a deep valley, 7 people died

જમ્મુમાં અકસ્માત / કિસ્તવાડના ઢોળાવ પર ડ્રાઈવરે કાબુ ગુમાવતા ગાડી ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના દર્દનાક મોત

Hiralal

Last Updated: 06:20 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરના કિસ્તવાડમાં 12 લોકોથી ભરેલી ટાટા સુમો ગાડી ઊંડી ખીણમાં ખાબકતા 8 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે.

  • જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં મોટો અકસ્માત
  • ઊંડી ખીણમાં ખાબકી ટાટા સુમો
  • 8લોકોના મોત, 5 ઘાયલ 

જમ્મુ કાશ્મીર પહાડી રાજ્ય હોવાથી ત્યાં ઊંચા ઊંચા ઢોળાવ વાહન માટે મોતનું કારણ બની શકે છે. જમ્મુ કાશ્મીરમાં અવારનવાર વાહનો ઊંડી ખીણમાં ખાબકવાના બનાવ બને છે અને આ ક્રમમાં હવે કિશ્તવાડમાં 12 પ્રવાસીઓ ભરેલી એક ટાટા સુમો ગાડી ઊંડી ખીણમાં પડી જતા 8 લોકોના મોત થયા છે અને 5 ઘાયલ થયા છે. 

ડ્રાઈવરે ઊંચા ઢોળાવ પર કાબુ ગુમાવી દેતા બન્યો અકસ્માત 
ડ્રાઈવરે ઊંચા ઢોળાવ પર કાબુ ગુમાવી દેતા ટાટા સુમો ઊંડી ખીણમાં ખાબકી હતી. પ્રારંભિક તપાસમાં આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા સાત પર પહોંચી છે, જ્યારે સત્તાવાર પુષ્ટિની હજી રાહ જોવાઇ રહી છે. હાલ ઘટના સ્થળે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે. સેના અને સ્થાનિક લોકો સાથે મળીને પીડિતોને બચાવવા માટે કામ કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આપી માહિતી 
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન (સ્વતંત્ર હવાલો) ડો.જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે તાજેતરમાં જ મેં ડીસી ડો.દેવાંશ યાદવ સાથે વાત કરી હતી. તેમણે ચટરૂમાં એક દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માત વર્ણવ્યો હતો જેમાં સાત મૃત્યુ નોંધાયા હતા. ઇજાગ્રસ્તોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અને જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. જરૂર પડ્યે તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ