બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / The disease reared its head during monsoon, three deaths in Pandesara in a single day

રોગચાળો / સુરતીઓ સાચવજો! ભરચોમાસે આ રોગે ઊંચક્યું માથું, એક જ દિવસમાં પાંડેસરામાં ત્રણના નિધન, સિવિલ-સ્મીમેરમાં દાખલ થઈ રહ્યા છે દર્દીઓ

Priyakant

Last Updated: 02:42 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News : વરસાદી વાતાવરણ વચ્ચે સુરતથી ચિંતાજનક સમાચાર, એક જ દિવસમાં ત્રણ લોકોના મોત,  15 દિવસમાં સિવિલ-સ્મીમેરમાં ઝાડા-ઊલટીના 60 દર્દી દાખલ

  • સુરત શહેરમાં ભરચોમાસે રોગચાળો ફેલાયો 
  • પાંડેસરામાં એક જ દિવસમાં 2 બાળકો સહિત 3 વ્યક્તિના મૃત્યુ
  • આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આરોગ્યતંત્ર નિષ્ફળ
  • 15 દિવસમાં સિવિલ-સ્મીમેરમાં ઝાડા-ઊલટીના 60 દર્દી દાખલ

વરસાદી વાતાવરણ વચ્ચે સુરતથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરતમાં રોગચાળો વકર્યો હોઇ એક જ દિવસમાં ત્રણ લોકોના મોત થયા છે. વાત જાણે એમ છે કે, સુરતમાં ઝાડા ઊલટીને કારણે 3 વ્યક્તિના મૃત્યુ થયા છે. મૃતકોમાં 2 બાળકો સહિત 3 વ્યક્તિઓનો સમાવેશ છે. આ તરફ સુરતમાં તાજેતરમાં આંખના દર્દીઓ પણ વધ્યા હતા. 
 
સુરત શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું
ડાયમંડ નગરી સુરતમાં ચોમાસાની સિઝન વચ્ચે રોગચાળાએ માથું ઊંચક્યું છે. જેને લઈ સુરતના પાંડેસરામાં એક જ દિવસમાં 2 બાળકો સહિત 3 વ્યક્તિના મૃત્યુ થયા છે. આ લોકોનું ઝાડા ઊલટીને કારણે મૃત્યુ થયાનું સામે આવ્યું છે. આ તરફ હવે આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આરોગ્યતંત્ર નિષ્ફળ હોવાનું સામે આવ્યું છે. 

સુરતની હોસ્પિટલમાં દર્દીઓમાં વધારો 
વરસાદી વાતાવરણ વચ્ચે સુરતમાં છેલ્લા 15 દિવસમાં સિવિલ-સ્મીમેરમાં ઝાડા-ઊલટીના 60 દર્દી દાખલ થયા છે. આ સાથે સિવિલમાં તાવના 95, ગેસ્ટ્રોના 31, મલેરિયાના 13 દર્દી દાખલ તો ડેન્ગ્યૂના 9 અને કમળાના 4 દર્દીઓ દાખલ છે. આ સાથે સ્મીમેરમાં ડેન્ગ્યૂના 9, ગેસ્ટ્રોના 29 મલેરિયાના 12 દર્દી દાખલ છે. આ સાથે પાણીજન્ય કમળાના 2, કોલેરા 1 અને ટાઈફોઈડના 18 દર્દી દાખલ છે. 

સુરતમાં આંખનો રોગચાળો વકર્યો
ચોમાસાની ઋતુ વચ્ચે હવે સુરતમાં આંખનો રોગચાળો વકર્યો છે. વાત જાણે એમ છે કે, વરસાદી વાતાવરણમાં તાવ-માથું-શરદી-મેલેરિયા કે કોલેરા જેવા દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોય છે. જોકે હવે સુરતમાં આંખનો રોગચાળો વકર્યો છે. સુરતની સિવિલ અને સ્મીમેરની OPDમાં કેસોની સંખ્યામાં વધારો થયો છે. વિગતો મુજબ સુરતમાં પ્રતિ દિવસ 300 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. 

સુરતમાં હવે આંખના દર્દીઓનો સંખ્યામાં વધારો થયો છે. વિગતો મુજબ સુરતમાં માત્ર 10 દિવસમાં કેસોની સંખ્યામાં 100 ગણો વધારો નોંધાતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. આ તરફ સુરતમાં બાળકોમાં ચેપનું પ્રમાણ વધુ છે. જેમાં શાળાઓમાં વર્ગદીઠ 5 થી 7 કેસ આવી રહ્યા છે. જોકે સારવારના ત્રણથી ચાર દિવસમાં રોગ મટે છે પણ સાજા થવામાં દસથી બાર દિવસ જેટલો સમય પણ લાગે છે. 

આ તરફ હવે તબીબો આ મામલે વારંવાર સાબુથી અથવા સેનેટાઈઝરથી હાથ ધોવાની સલાહ આપી રહ્યા છે. મહત્વનું છે કે, આંખમાં રોગચાળાથી દવાની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. આ રોગ સ્પર્શથી ફેલાવાની વધુ શક્યતા છે. જેને લઈ ચેપગ્રસ્ત લોકોએ ચશ્મા અને  રૂમાલનો ઉપયોગ કરવા પણ સૂચના અપાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ