બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / The dilapidated condition of B J Medical Hostel in Ahmedabad, students are protesting

લ્યો બોલો / અમદાવાદની B J મેડિકલ હોસ્ટેલની જર્જરિત હાલત, વિદ્યાર્થીઓ કરી રહ્યા છે પાર્કિગમાં રાતવાસો, કહે છે પોપડા માથે પડે છે

Vishnu

Last Updated: 11:01 PM, 7 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખી રાત વિદ્યાર્થિનીઓ ખુલ્લામાં સૂવા મજબૂર, જરૂરી સામાન બહાર કાઢીને હોસ્ટેલનો ત્યાગ કર્યો

  • બી.જે. મેડિકલ કોલેજ હોસ્ટેલ વિવાદ
  • છેલ્લા 4 દિવસથી વિદ્યાર્થીઓના પાર્કિગમાં ધામા
  • ડોલ લઈને વિદ્યાર્થીઓ રોડ પર નીકળ્યા 

ડોક્ટર કે જેમને આપણે કોરોનામાં વોરિયર્સનું બિરુદ આપ્યું. ભગવાનનો દરજ્જો આપ્યો. પરંતુ આજે આવા જ ભવિષ્યના વોરિયર્સ મોતની છત નીચે ભણવા મજબૂર બન્યા છે.. વાત અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના આંદોલનની છે. એમબીબીએસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ બુધવારે જ પોતાના સામાન સાથે હોસ્પેટલ ખાલી કરી કોલેજના કેમ્પસમાં ધામા નાખ્યા છે.

હોસ્ટેલ કરતા કોલેજનું પાર્કિંગ વધારે સુરક્ષિત, અનેકવાર ફરિયાદ કરી પણ ધ્યાને ન લેવાઈ
જર્જરીત હોસ્ટેલમાં તેમને મોતનો ડર લાગતો હતો.. વિદ્યાર્થિનીઓમાં આક્રોષ એટલો છે કે, રાત તો ખુલ્લા કેમ્પસમાં વિતાવી જ.. પરંતુ સિવિધા નહીં મળે  ત્યાં સુધી કેમ્પસમાં રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.. સમગ્ર બાબતે અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું આજદિન સુધી નિવારણ આવ્યું નથી. જેથી આજે વિરોધ કરવામાં આવ્યું હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

શું કહેવું છે કોલેજના ડીનનું?
બી જે મેડિકલ કોલેજ ના વિધાર્થીઓ છેલ્લા 4 દિવસ થી ધરણા પર બેઠા છે. જર્જરિત હોસ્ટેલમાં જીવ ના જોખમે રહેતા વિદ્યાર્થીઓ આખરે આંદોલનના માર્ગે પકડ્યો. બી જે મેડિકલની ગર્લ્સ અને બોયસ હોસ્ટેલ જર્જરિત હાલતમાં હોવા છતાં વિદ્યાર્થીઓ ને ત્યાં રહેવા મજબૂર થવું પડે છે ..અનેક ફરિયાદો છતાં કોઈ નિરાકારણ ન આવતા વિદ્યાર્થીઓ કોલેજ માં પાર્કિંગ માં જ ધામા નાખી રાતવસો કર્યો હતો ..વિદ્યાર્થીઓ ની માગ છે કે તેમને સારી હોસ્ટેલ રહેવા માટે મળે ..તો આ મામલે બી જે મેડિકલ કોલેજ ના ડિન નું કહેવું છે કે સરકાર સાથે આ મામલે વાત ચાલુ છે ટૂંક સમય માં સુખદ નિર્ણય આવશે.

શું વિદ્યાર્થીઑની માંગણીઓ

  • મેડિકલની હોસ્ટેલ જર્જરીત થતા નવી હોસ્ટેલની માંગ 
  • હોસ્ટેલના રૂમમાં અવાર નવાર પોપડા પડે છે
  • છેલ્લા ત્રણ વર્ષથી ડ્રેનેજની મુખ્ય સુવિધાઓનો અભાવ 
  • હોસ્ટેલ કરતા કોલેજનું પાર્કિંગ વધારે સુરક્ષિત: વિદ્યાર્થીઓ
  • હોસ્ટેલમાં પીવાનું પાણી પણ આવતું નથી, મિનરલ જગ લાવવા પડે છે
  • હોસ્ટેલમાં ફાયર સેફ્ટીની પણ કોઈ સુવિધાઓ ઉપલબ્ધ નથી

ત્યારે સવાલે એ છે કે કેમ સરકાર અને તંત્રને વિદ્યાર્થીઓનો અવાજ સંભળાતો નથી?, કેમ જર્જરિત હોસ્ટેલનું બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને રહેવા મજબૂર કરાય છે? તકલીફ નજર સામે જોઈ શકાય છે તો પણ કેમ હોસ્ટલ નવી ઊભી કરવામાં આવતી નથી?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ