બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The cry of Gujarati students trapped in Ukraine, anything can happen here, make arrangements to deliver to India soon

આજીજી / યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિધાર્થીઓનો ચિત્કાર, અહીં કઈ પણ થઇ શકે છે, જલ્દી ભારત પહોચાડવા કરો વ્યવસ્થા

Mehul

Last Updated: 06:55 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમતનગર, વડાલી ,તલોદ અને ઇડરના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા. વાલીઓમાં ચિંતાની લાગણી. જિલ્લા કલેકટર સમક્ષ અરજી કરતા કહ્યું, બાળકોને સુરક્ષિત રીતે પરત લાવી આપો

  • હિંમતનગરના વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા 
  • ચિંતિત વાલીઓએ કલેકટરને કરી આજીજી 
  • વડાલી ,તલોદ અને ઇડરના વિધાર્થીઓ ફસાયા 

રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન અનેક ભારતીયો યુક્રેનમાં ફસાયા છે.જેમાં ગુજરાતના પણ અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે.ત્યારે બનાસકાંઠાના 40 વિદ્યાર્થીઓને લઇને પરિવારો ચિંતામાં છે. જેને લઇને વહીવટી તંત્ર સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં છે.અને વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર નીકાળવા માટે શક્ય તમામ પ્રયત્નો  વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો છોટા ઉદેપુર જીલ્લાના 3 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાની માહિતી છે.આ અંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માહિતી એકત્ર કરાઈ રહી છે. ત્રણેય વિદ્યાર્થીઓ યુક્રેનથી વતન પરત આવવાની રાહમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

રશિયાએ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી દીધા બાદ રાજધાની કિવ ઉપર ક્રૂઝ અને બેલેસ્ટીક મિસાઇલથી હુમલો કરતા સમગ્ર વિશ્વમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે ગુજરાતમાંથી પણ અભ્યાસ માટે યુક્રેનમાં ગયેલા વિદ્યાર્થીઓ ફસાયા હોવાથી વાલીઓમાં ચિંતા જોવા મળી છે ત્યારે હિમતનગર તાલુકાના હસન નગર ના બે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા બાદ તેના પિતાએ પોતાના પુત્રને પરત લાવવા માટે સરકાર સમક્ષ અજીજી કરી રહ્યા છે 


 


રશિયાએ યુક્રેન પર હુમલો કરતા જ ગુજરાતમાંથી યુક્રેન અભ્યાસ માટે ગયેલા 400 થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ યુક્રેનની રાજધાનીમાં તબીબી અભ્યાસ કરતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. ત્યારે હિમતનગર, વડાલી ,તલોદ અને ઇડરના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયેલા છે ત્યારે હિમતનગરના હસન નગરમાં રહેતા બે વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ.ના અભ્યાસ માટે ગયા છે.હિંમતનગરના ફૈઝલ મેમણ અને રિયાઝ મેમણ પણ યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિનો ચિતાર આપતા જોવા મળે છે.

સંતાનોને સુરક્ષિત પરત લાવો- આવેદન 

 જોકે બંનેના પરિવારજનો યુદ્ધની પરિસ્થિતિના પગલે ચિંતામાં ગરકાવ થયા છે પરંતુ હાલમાં યુધ્ધ જેવી પરિસ્થિત બાદ તમામ વિદ્યાર્થીઓને પોતપોતાના વતનમાં જવા માટે આદેશો અપાયા હોવા છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ હજુ યુક્રેનમાં જ ફસાઇ જવાના કારણે તેમના વાલીઓમાં ચિંતાની લાગણી જોવા મળી છે ત્યારે તેમના પરિવાર જિલ્લા કલેકટર સમક્ષ અરજી કરીને જણાવ્યુ હતું કે યુક્રેન સ્થિત વિનીતસ્ટા નેશનલ મેડીકલ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસ માટે મોકલવામાં આવ્યો હતો. સરકાર દ્વારા મારા તેમના પુત્રોને ભારત સુરક્ષિત  પરત લાવવામાં જરૂરી સહાયતા કરવામાં આવે તેવી વિનંતી સરકાર સમક્ષ કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ