બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / The court's verdict will come today in actress Jiya Khan's suicide case

ન્યાય.. / અભિનેત્રી જીયા ખાન આત્મહત્યા કેસમાં આજે કોર્ટનો ચુકાદો, અભિનેતા આદિત્ય પંચોલીના દીકરા પર છે આ ગંભીર આરોપ

Priyakant

Last Updated: 08:17 AM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jiah Khan Suicide Case News: જિયા ખાન જૂન 2013માં આત્મહત્યા કરીને મોતને ભેટી હતી, સૂરજ પંચોલી પર અભિનેત્રી જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો છે આરોપ

  • અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં કોર્ટ આજે પોતા નો ચુકાદો સંભળાવી શકે
  • સૂરજ પંચોલીના ભાવિનો આજે નિર્ણય થઈ શકે
  • સૂરજ પંચોલી પર અભિનેત્રી જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો છે આરોપ

સૂરજ પંચોલીના ભાવિનો આજે નિર્ણય થઈ શકે છે. વાત જાણે એમ છે એક, સૂરજ પંચોલી પર અભિનેત્રી જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. 10 વર્ષ જૂના આ કેસમાં મુંબઈની કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. નોંધનીય છે કે, જિયા ખાન જૂન 2013માં આત્મહત્યા કરીને મોતને ભેટી હતી. આ મામલામાં જીયા ખાનની માતા રાબિયા ખાને પોતાની પુત્રીના ન્યાય માટે લડત ચલાવી છે. જિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જિયા ખાને આ પત્રમાં કહ્યું હતું કે તારી જિંદગી છોકરીઓ અને પાર્ટી હતી, પણ મારી જિંદગી ફક્ત તું જ હતો. 

શું કહેવું છે જીયા ખાનની માતાનું ? 
જિયા ખાનની માતાનો આરોપ છે કે, તેમની પુત્રીએ આત્મહત્યા નથી કરી પરંતુ તે હત્યા છે. રાબિયા ખાનની માંગણી પર હાઈકોર્ટ દ્વારા આ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી. પરંતુ એક સમયે આ કેસમાં યુએસ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ની એન્ટ્રી થઈ હતી.  

કેસમાં FBIની એન્ટ્રી કેવી રીતે થઈ?
હકીકતમાં વર્ષ 2014માં જિયા ખાનની માતાની અપીલ બાદ કોર્ટે આ કેસ CBIને સોંપ્યો હતો. બીજા વર્ષે 2015 CBI એ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી અને સૂરજ પંચોલીને જીયાની આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપી બનાવ્યો. આ પછી 2022માં જિયા ખાનની માતા ફરી એકવાર હાઇકોર્ટમાં પહોંચી અને કેસને યુએસ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે FBIને સોંપવાની અપીલ કરી. જિયાની માતાએ કહ્યું કે, તેમની પુત્રી અમેરિકન નાગરિક છે, તેથી એફબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ. જોકે તેમની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

કોર્ટે શું કહ્યું?
અરજી ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કેમ જિયા ખાનની માતા રાબિયા તેની પુત્રીની આત્મહત્યાને હત્યા ગણાવીને કેસને લટકાવી રહી છે. વાસ્તવમાં પોતાની અરજીમાં જિયાની માતા પોતાની પુત્રીના મોતને હત્યા ગણાવી રહી છે. તમને જણાવી દઈએ કે, જિયા ખાન તેના ટૂંકા કરિયરમાં આમિર ખાન સાથે ફિલ્મ ગજની, અક્ષય કુમાર સાથે ફિલ્મ હાઉસફુલ અને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ નિશબ્દમાં જોવા મળી હતી.

જીયા ખાને શું લખ્યું હતું સુસાઇડ નોટમાં ? 
અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં આજે નિર્ણય આવશે. મુંબઈની કોર્ટ આ 10 વર્ષ જૂના કેસમાં સૂરજ પંચોલીને સજા અથવા નિર્દોષ છોડવાનો ચુકાદો સંભળાવી શકે છે. જિયા ખાને 3 જૂન 2013ના રોજ આત્મહત્યા કરી હતી.  જિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જિયા ખાને આ પત્રમાં કહ્યું હતું કે તારી જિંદગી છોકરીઓ અને પાર્ટી હતી, પણ મારી જિંદગી ફક્ત તું જ હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ