બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / The complaint was lodged against the Rajkot MLA who raised serious questions about the vandalism on the police

ગોટાળાનો આક્ષેપ / પોલીસ પર તોડકાંડના ગંભીર સવાલો ઉઠાવનારા રાજકોટના ધારાસભ્ય સામે જ આ મામલે મોટો આરોપ

Mehul

Last Updated: 04:52 PM, 19 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના ધારાસભ્ય પર સણસણતો આરોપ. ધારાસભ્ય પટેલે પોતાની વગનો ઉપયોગ કરી જમીન બિન ખેતી કરાવી લીધી,અને વિવાદિત જમીન પર બાંધકામ પ્રક્રિયા પણ શરુ કરાવી દીધી હતી.

  • રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ આક્ષેપના 'સાણસા'માં 
  • પોલીસ તોડ્કાંડમાં વાજ ઉઠાવનાર ધારાસભ્ય સામે આરોપ 
  • વગથી જમીન બિન ખેતી કરાવી, ધારાસભ્યનો ઝાટકીને નનૈયો 

છેલ્લા એકાદ મહિનાથી રાજકોટ અને ગાંધીનગરમાં પોલીસ તોડકાંડ મુદ્દે અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ગોવિંદ પટેલની ચર્ચા છે. રાજકોટ પોલીસ તોડ્કાંડમાં રાજ્ય સભા સાંસદ સાથે જ અવાજ ઉઠાવનાર રાજ્ય સરકારના પૂર્વ મંત્રીએ પોલીસ સેવાના અધિકારીઓ તોડ કરતા હોવાના આક્ષેપ લગાવી ચર્ચામાં આવ્યા હતા. પણ આજે એક પરિવાર એવો સામે આવ્યો છે જેમણે, આ ઘારાસભ્ય ગોવિંદ પટેલ પર જ આરોપ મઢી દીધો છે. આરોપ એવો છે કે, ધારાસભ્ય પટેલે પોતાની વગનો ઉપયોગ કરી જમીન બિન ખેતી કરાવી લીધી,અને વિવાદિત જમીન પર બાંધકામ પ્રક્રિયા પણ શરુ કરાવી ધીધી હતી.   


આજદિન સુધી પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પર ગંભીર સવાલો ઉઠાવી પોતાની પાર્ટીની જ  સરકારને અવઢવમાં મુકી દેનારા રાજકોટના MLA ગોવિંદ પટેલ હવે ખુદ પ્રશ્નોના દાયરામાં આવી ગયા છે. તેમની ઉપર વિવાદીત જમીન કબ્જે કરી હોવાનો આક્ષેપ લાગ્યો છે. ગોવિંદ પટેલ પર વિવાદીત જમીન પર પોતાની વગ વાપરી બિન ખેતી કરાવી હોવાનો આક્ષેપ લાગ્યો છે. જેમા તેમને તત્કાલિન જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તાની સહાયથી વિવાદીત જમીન એન.એ. કરાવી હોવાનો આરોપ છે.  આક્ષેપ મુજબ ભાઈ - બહેન વચ્ચે જમીનનો વિવાદ ચાલતો હતો જેથી કોર્ટ મેટર હોવા થતાં આ જમીન બીન ખેતી કરી દેવામાં આવી છે. હાલમાં તે વિવાદીત જમીન ઉપર બાંધકામની પ્રક્રિયા શરૂ કરી દીધી હોવાથી ફરિયાદીએ બાંધકામની કામગીરી બંધ કરાવવા માગ કરી છે. આ સમગ્ર મામલે ભાજપ નેતા ગોવિંદ પટેલે આક્ષેપોને ફગાવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ