બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / The colorful mood of the season in North India! Rain in Delhi then snow in the hills, Met department forecast

હવામાન / ઉત્તર ભારતમાં મૌસમનો રંગીન મિજાજ! દિલ્હીમાં વરસાદ તો પહાડોમાં બરફવર્ષા, હવામાન વિભાગે કરી મિક્સ આગાહી

Dinesh

Last Updated: 11:23 AM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorological Department Forecast: 27મી નવેમ્બર સુધી ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ, ગુજરાત, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ રાજસ્થાનમાં છૂટાછવાયા વરસાદની આગાહી

  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
  • મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ, ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતા
  • જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તામાં ભારે વરસાદની આગાહી 


Meteorological department forecast: ફરી એકવાર વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27 નવેમ્બરથી ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં હવામાન બદલાવા જઈ રહ્યું છે. જેના કારણે 27-28 નવેમ્બર વચ્ચે પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 નવેમ્બરે દિલ્હી-NCRમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. આકાશમાં વાદળોની અવરજવર હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે. 26મી નવેમ્બરની સવાર સુધી ધુમ્મસ જોવા મળી શકે છે. આ સિવાય નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 27 નવેમ્બરે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં વરસાદની હાલ કોઈ જ સિસ્ટમ એક્ટિવ નહીં, ક્યાંક ધીમીધારે તો ક્યાંય  છૂટોછવાયો વરસે તેવી શક્યતા/ ambalal forecast arrival of meghraja in gujarat  from today heat ...

હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
25 નવેમ્બરથી પૂર્વીય પવનો સાથે નવી પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ભારતને અસર કરી શકે છે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હવામાન બદલાશે. 24મી નવેમ્બરથી એટલે કે આજથી 27મી નવેમ્બર સુધી ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ, ગુજરાત, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે
હવામાન વિભાગે કહ્યું છે કે 26 નવેમ્બરની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં અને તેની આસપાસ લો પ્રેશર વિસ્તાર બનવાની સંભાવના છે. આજના હવામાન વિશે વાત કરીએ તો સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, આજે કેરળ, તમિલનાડુ અને દક્ષિણ કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણાના ભાગો, કર્ણાટક અને લક્ષદ્વીપમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના ઉપરના વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરપૂર્વ ભારતમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. દિલ્હી અને એનસીઆરનો હવા ગુણવત્તા સૂચકાંક ગંભીર સ્તરે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ