બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The cab driver threatened to kill the woman if she refused to eat gutkha

અમદાવાદ / મહિલાએ ગુટખા ખાવાની ના પાડી તો કેબ ડ્રાઈવરે મારી નાખવાની ધમકી આપી, નરોડાનો ચોંકાવનારો બનાવ

Dinesh

Last Updated: 11:55 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેક્સીના ડ્રાઇવરને ગુટખા ખાવાની ના પાડી અને એસી ચાલુ કરવાનું કહેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો, ટેક્સીના ડ્રાઇવરે મહિલા પેસેન્જર અને તેની પુત્રીને રસ્તા વચ્ચોવચ ઉતારી દીધાં હતાં

  • ટેક્સીના ડ્રાઇવરે મહિલા અને તેની પુત્રીને રસ્તા વચ્ચોવચ ઉતારી દીધાં
  • ડ્રાઈવરની હરકતોની જાણ મહિલાએ તેના પતિને કરતાં મામલો બીચક્યો
  • નરોડા પોલીસ સ્ટેશનમાં ટેક્સીના ડ્રાઇવર વિરુદ્ધ ધમકીની ફરિયાદ 

પેસેન્જર મહિલાએ ટેક્સીના ડ્રાઇવરને ગુટખા ખાવાની ના પાડી અને એસી ચાલુ કરવાનું કહેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ટેક્સીના ડ્રાઇવરે મહિલા પેસેન્જર અને તેની પુત્રીને રસ્તા વચ્ચોવચ ઉતારી દીધાં હતાં અને તે ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપીને નાસી ગયો હતો. ડ્રાઇવર ગુટખા ખાતો ખાતો ફોન પર વાત કરતો હતો, જેથી પેસેન્જરે તેને ઠપકો આપ્યો હતો. મહિલા પેસેન્જરે સમગ્ર મામલે પતિને જાણ કરતાં તેણે કાર કેન્સલ કરીને બીજી કાર કરી લેવા કહેતાં મામલો બીચક્યો હતો. 

ગાંધીનગર વિસ્તારમાં રહેતી મ‌િહલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ટેક્સીના ડ્રાઇવર વિરુદ્ધ ધમકીની ફરિયાદ કરી છે. ગઇ કાલે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ તેના પતિ કામમાં હોવાથી મહિલાએ ઘરે જવા માટે દીકરી સાથે ટેક્સી બુક કરાવી હતી. મહિલા તેની પુત્રી સાથે ટેક્સીમાં બેસીને ઘરે જઇ રહી હતી તે દરમિયાન ડ્રાઇવર ગુટખા ખાતો હતો અને ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનમાં વાત કરતો હતો. ડ્રાઇવરની હરકતોને જોઇ મહિલા ઉશ્કેરાઇ હતી અને કહ્યું હતું કે ગુટખા ખાવાનું બંધ કરો, મારી દીકરીને સફોકેશન થાય છે, જેથી તમે એસી ચાલુ કરો.

મહિલાની વાત સાંભળીને ડ્રાઇવર જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો અને ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન મ‌િહલાના પતિનો ફોન આવતાં તેણે કહ્યું હતું કે કારમાં સેફ્ટી લાગતી નથી, ડ્રાઇવર ચાલુ કારમાં ફોન પર વાત કરે છે અને ગુટખા ખાય છે. પતિ સાથે થતી વાત ડ્રાઇવર સાંભળી જતાં તેણે કાર મૂ‌િઠયા બસ સ્ટેન્ડથી થોડા આગળ જઈ ‌િચલોડા ગામ તરફ જતા રોડની સાઇડમાં ઊભી રાખી દીધી હતી અને મહિલાને નીચે ઊતરી જવાનું કહ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ