બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / The bullet train will also have three different classes of tickets: Ahmedabad to Mumbai in 2 hours and 7 minutes

હાઇ સ્પીડ / બુલેટ ટ્રેનમાં પણ હશે ત્રણ અલગ અલગ ક્લાસની ટિકિટો: 2 કલાક સાત મિનિટમાં પહોંચાશે અમદાવાદથી મુંબઈ

Vishal Dave

Last Updated: 09:22 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુલેટ ટ્રેન વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ હશે. તેની અંદર મલ્ટીપર્પઝ રૂમ હશે. જ્યાં પ્રસુતા માતાઓ પોતાના બાળકોને દૂધ પીવડાવી શકશે. આટલું જ નહીં, બુલેટ ટ્રેન વિકલાંગોને પણ અનુકૂળ હશે.

 ગુજરાતમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનમાં એક સાથે 690 મુસાફરો મુસાફરી કરી શકશે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) અનુસાર, ટ્રેનમાં કુલ 10  કોચ હશે. એક બુલેટ ટ્રેનની ક્ષમતા 690 લોકોની હશે. બુલેટ ટ્રેનમાં ત્રણ પ્રકારની બેઠક વ્યવસ્થા હશે. સૌથી મોંઘું ભાડું ફર્સ્ટ ક્લાસનું હશે. તેમાં કુલ 15 બેઠકો હશે. આ પછી બિઝનેસ ક્લાસ હશે. તેની ક્ષમતા 55 મુસાફરોની હશે. સ્ટાન્ડર્ડ ક્લાસમાં  620 બેઠકો હશે.

 

ઓગસ્ટ 2026માં ટ્રાયલ શરૂ થશે

 

બુલેટ ટ્રેન વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ હશે. તેની અંદર મલ્ટીપર્પઝ રૂમ હશે. જ્યાં પ્રસુતા માતાઓ  પોતાના બાળકોને દૂધ પીવડાવી શકશે. આટલું જ નહીં, બુલેટ ટ્રેન વિકલાંગોને  પણ અનુકૂળ  હશે. ગુજરાતમાં બુલેટ ટ્રેનની ટ્રાયલ ઓગસ્ટ 2026માં પ્રસ્તાવિત છે. તે સુરત અને બીલીમોરા વચ્ચે હોવાની ધારણા છે. બુલેટ ટ્રેનની સુરક્ષા માટે સમગ્ર રૂટમાં 28 ભૂકંપ રાહત ઉપકરણો પણ હશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાતના આઠ જિલ્લાઓમાં છે, જ્યારે તે મહારાષ્ટ્રના ત્રણ જિલ્લાઓને આવરી લે છે. અમુક ભાગ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ આવે છે.

 

આ પણ વાંચોઃ TMCએ સંદેશખાલીના આરોપીને બચાવવાના પ્રયાસ કર્યા: પશ્ચિમ બંગાળમાં PM મોદી

બુલેટ ટ્રેન આ સ્ટેશનો પર ઉભી રહેશે

બુલેટ ટ્રેન  BKC, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો પર ઉભી રહેશે. બુલેટ ટ્રેનનો રૂટ 400 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ અનુસાર તૈયાર કરવામાં આવશે, જેના પર ટ્રેન 320 થી 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ 508.17 કિમી લાંબી બાંધકામ હેઠળની હાઈ-સ્પીડ રેલ લાઈન છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શિંકનસેન ટેક્નોલોજીથી બનાવવામાં આવી રહ્યો છે. બુલેટ ટ્રેનના સમગ્ર રૂટમાં કુલ 24 પુલ છે. જેમાંથી 20 બ્રિજ ગુજરાતમાં અને ચાર બ્રિજ મહારાષ્ટ્રમાં છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ