બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / The Board of Control for Cricket in India can stop retired players foreign leagues after BCCI implements a new rule

નવો નિયમ / BCCIએ ઘડ્યો નવો પ્લાન, રિટાયરમેન્ટ લઈ આવું કરવા ઈચ્છતા ક્રિકેટરોને આપ્યો ઝટકો, મનસૂબા પર ફેરવ્યું પાણી

Kishor

Last Updated: 09:06 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીસીસીઆઈ દ્વારા નવો નિયમ લાગુ કરી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ વિદેશી લીગમાં રમવા જતા નિવૃત ખેલાડીઓને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અટકાવી શકે છે.

  • ક્રિકેટમાંથી નિવૃત લેતા ભારતીય ખેલાડીઓ માટે લાગુ થઇ શકે છે નવો નિયમ
  • નિવૃત્તિ બાદ વિદેશી લીગમાં રમવા જતા ખેલાડીઓને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અટકાવી શકશે
  •  7 જુલાઈના રોજ મળનારી બેઠકમાં આ બાબતે ચર્ચા કરાશે

ક્રિકેટમાંથી નિવૃત લેતા ભારતીય ખેલાડીઓ માટે હવે બીસીસીઆઈ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવી શકે છે. આ નવા નિયમને પગલે હવે વિદેશી લીગમાં રમવા જતા નિવૃત ખેલાડીઓને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અટકાવી શકે છે. મહત્વનું છે કે હાલમાં ભારતીય ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ સહિતની ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ અને પછી બીસીસીઆઈ પાસેથી એનઓસી લઈ લેતા હતા અને તેઓ વિદેશી લીગમાં રમવા જતા હતા. આ સંદર્ભે હવે બીસીસીઆઈમાંથી નિવૃત્તિ લેનાર ખેલાડીઓ માટે કુલિંગ ઓફ પિરિયડનો નિયમ લાગુ થઈ શકે છે અને આગામી 7 જુલાઈના રોજ મળનારી બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવશે.


એપેક્સ કાઉન્સિલની 7  જુલાઈએ બેઠક યોજાશે

બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની 7  જુલાઈએ બેઠક યોજાશે. જે દરમિયાન આ વિષય અંગે ચર્ચા કરાયા બાદ નિર્ણય લેવામાં આવી શકે છે. હાલ નિવૃત્તિ લેનાર ખેલાડીઓ માટે કોઈપણ પ્રકારનો નિયમ નથી. આવી સ્થિતિમાં નિવૃત ખેલાડી નિવૃત્ત થતાની સાથે જ વિદેશી રમવા જવા માટે રોકી શકાય નહીં! મહત્વનું છે કે આઈપીએલની 16 મી સીઝનમાં વિજેતા ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના અંબાતી રાયડુએ નિવૃત્તિ જાહેર કરી હતી. નિવૃત્તિ લેવાનો અને અમેરિકામાં યોજાનારી t20 લીગ રમવાનો તેઓએ નિર્ણય લીધો હતો. પરંતુ બીસીસીઆઇ હવે આ ઘટનાઓને રોકવા માટે નિયમ લાગુ કરવા જઈ રહી છે.

1 વર્ષનો હોય શકે છે નિર્ણય

એક અખબારના અહેવાલ અનુસાર કુલિંગ ઓફ પિરિયડ નિયમ એવો છે કે ipl સહિત તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર ખેલાડીઓ પર એક વર્ષના સમયગાળા માટે લાગુ કરી શકાય છે. જેને લઈને એવા ખેલાડીઓના નિર્ણય પર રોક લાગી શકે છે. જેવો સમય પહેલા નિવૃત્તિની જાહેરાત કરી રહ્યા છે. આ પછી તેઓ બોર્ડ પાસેથી એનઓસી પણ મેળવવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ