બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / The biggest news in Rajkot is the closure of the entry of private luxury buses on the 150 feet road, relief is given.
Vishal Khamar
Last Updated: 06:07 PM, 21 July 2023
ADVERTISEMENT
રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા માધાપર ચોકડીથી પુનિત પાણીના ટાંકા સુધી સવારે 8 વાગ્યાથી રાત્રીનાં 9 વાગ્યા સુધી ખાનગી લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે બાબતે રાજકોટ ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે રાજકોટમાં ખાનગી લકઝરી બસ પ્રવેશ બંધી અંગે ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા સફળ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓ 150 ફૂટ રોડ ઉપર પહેલાની જેમ બસ સંચાલન કરી શકશે. આગામી 6 મહિના સુધી ટ્રાવેલ્સ એજન્સીઓને રાહત મળી છે. પોલીસ કમિશ્નર દ્વારા પ્રવેશ બંધીને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ખાનગી લકઝરી બસોનાં સંચાલકોએ સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી હતી. હાલ 6 મહિના સુધી ખાનગી બસ 150 રોડ ઉપર પરિવહન કરી શકશે.
ADVERTISEMENT
પોલીસ કમિશ્નર દ્વારા ખાનગી લકઝરી બસ માટે પ્રવેશ બંધી ફરમાવી હતી
થોડા દિવસ પહેલા રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા ખાનગી લકઝરી બસથી થતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. છેલ્લા લાંબા સમયથી ખાનગી લક્ઝરી બસને લઈ નિયંત્રણની માંગણીઓ ઉઠી રહી હતી. અંતે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં માધાપર ચોકડીથી પુનિત પાણીના ટાંકા સુધી ખાનગી લક્ઝરી બસ પર પ્રતિબંધ મુકાયો હતો.
ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી
રાજકોટ પોલીસ કમિશ્નરને ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટ ખાનગી બસ સંગઠનના પ્રમુખ દશરથસિંહ વાળાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ જાહેરનામાથી રાજકોટના મુસાફરોને મુશ્કેલી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT