બ્રેકિંગ ન્યુઝ
VTV / The big decision taken by CBSE is that the syllabus will also be updated
Mahadev Dave
Last Updated: 09:31 PM, 2 May 2023
ADVERTISEMENT
આધુનિક યુગમાં સમયના બદલાવની સાથે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ પોતાની નીતિમાં નવાનવા બદલાવ કરી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો દબદબો જોવા મળી રહ્યો છે ત્યારે હવે નવી શિક્ષણ નીતિ 2020 લાગુ કરવા માટે એસીબીસી બોર્ડના અભ્યાસક્રમમાં કૌશલ્ય શિક્ષણ અને પ્રોત્સાહન આપવા માટે નવી પહેલની દિશામાં કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
ADVERTISEMENT
વ્યવસાયિક વિષયો 6 થી 8 સુધીના અભ્યાસક્રમમાં ઉમેરી દેવાશે
બદલાવના ભાગરૂપે હવે સીબીએસસી બોર્ડના વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વ્યવસાયિક શિક્ષણ તેમજ કૌશલ્ય વિજ્ઞાનની તાલીમ આપવામાં આવશે. અત્યાર સુધી કૌશલ્ય શિક્ષણ આધારિત અભ્યાસક્રમો નવમા ધોરણથી ભણાવવામાં આવતા હતા. પરંતુ હવે તેમા બદલાવ લાવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કોડિંગ, ઇન્ફર્મેશન ટેકનોલોજી અને માનવતા તથા કોડિંગ, ખાદી કાશ્મીરી, એમ્બ્રોડરી, રોકેટ સેટેલાઈટ જેવા વિષયોને 6 થી 8 સુધીના અભ્યાસક્રમમાં ઉમેરી દેવામાં આવશે.
સીબીએસસી બોર્ડ દ્વારા 33 અભ્યાસક્રમોની યાદી બહાર પાડી દેવામાં આવી છે. જેના અનુસંધાને આ સ્કીલ મોડ્યુલેશન 12 થી 15 કલાકના હશે. જેમાં ૩૦ ટકા સમય થિયરી અને 70 ટકા સમય પ્રેક્ટીકલ માટે રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં ધોરણ 8ના અભ્યાસમાં ડેટા સાયન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિશ્વની ટોચની ટેક કંપનીઓની અભ્યાસ સિલેબસ બનાવશે.
ડેટા સાયન્સ જેવા ક્ષેત્રોમાં ભારતને મળશે નેતૃત્વ
નવી શિક્ષણ નીતિ 2020 માં, કૌશલ્ય આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવાના તમામ પ્રયાસો કરાશે. શિક્ષણ મંત્રાલયે 2020માં નવી શિક્ષણ નીતિની રૂપરેખા નક્કી કરી હતી. સર્જનાત્મક પ્રવૃત્તિને જાગૃત કરવા કોઇ પણ ફિલ્ડનો વિદ્યાર્થી ભાગ લઈ શકશે અને કોમ્પ્યુટેશનલ કુશળતા વધારવામાં મદદ કરશે. પરિણામે મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ જેવા ક્ષેત્રોમાં ભારતનું નેતૃત્વ જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.