બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / The aircraft will be built by Airbus in collaboration with the Tata Group in Vadodara

આત્મનિર્ભર / વડોદરામાં બનશે 'મહાબલી' C-295 વિમાન!, આજે PM મોદીના હસ્તે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું કરાશે ખાતમુહૂર્ત, જાણો શું છે વિમાનની ખાસિયત

Malay

Last Updated: 09:41 AM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આજે પીએમ મોદીના હસ્તે વડોદરામાં C-295 ટ્રાન્સપોર્ટેશન વિમાન બનાવવા માટેના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ચાલો જાણીએ આ વિશે વિગતવાર...

 

  • મેક ઇન ઇન્ડિયા તરફ આપણો દેશ લગાવવા જઈ રહ્યો છે મોટી છલાંગ 
  • વડોદરામાં ટાટા ગ્રુપ સાથે મળીને એયરબસ કંપની બનાવશે વિમાન
  • આજે પ્લાટનું PM મોદીના હસ્તે કરવામાં આવશે ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. જ્યાં તેઓ વડોદરા, થરાદ અને માનગઢના કાર્યક્રમમાં હાજરી આપશે. PM મોદી આજે બપોરે વડોદરા પહોચશે. જ્યાં એક ભવ્ય રોડ શો કરીને સભાને સંબોધશે. ત્યાર પછી C-295 ટ્રાન્સપોર્ટેશન વિમાન બનાવવા માટેના પ્લાન્ટનું વડોદરામાં PM મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. અહિંયા 56 ટ્રાન્સપોર્ટેશન વિમાન બનાવવા માટે ભારત સરકારે 21 હજાર કરોડની એયરબસ કંપની સાથે ડીલ કરી છે. એયરબસ કંપની યુરોપીયન કંપની છે જે ભારતમાં C-295 માલવાહક વિમાનનું મેન્યુફેક્ચરિંગ કરશે. જેમાં ટાટા ગ્રુપ સાથે મળીને એયરબસ કંપની C-295 વિમાનનું નિર્માણ કાર્ય કરશે.

વડોદરામાં બનશે C-295 વિમાન! 
ભારત આત્મનિર્ભર અને મેક ઇન ઇન્ડિયા તરફ આપણો દેશ મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ આપણા ગુજરાતના વડોદરા શહેરમાં ટાટા અને એરબસ એ મળીને સંયુક્ત રીતે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તૈયાર કરશે. C-295 માલવાહક વિમાન બનાવવા માટે કેન્દ્ર સરકારે એયરબસ કંપની સાથે કરી ડીલ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા 56 ટ્રાન્સપોર્ટેશન વિમાન બનાવવા માટે 21 હજાર કરોડની ડીલ કરવામાં આવી છે. 56 વિમાનમાંથી 16 વિમાન એયરબસ દ્વારા મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે, જ્યારે બાકીના 40 C-295 વિમાન ટાટા અને એયરબસ દ્વારા મેન્યુફેક્ચરિંગ કરાશે. C-295 વિમાન બન્યા પછી વાયુ સેનામાં તેનો સમાવેશ થશે.  

યુરોપ સિવાય ભારત દેશમાં આ પહેલો પ્લાન્ટ હશે
આ પ્રથમ વખત હશે જ્યારે આ વિમાનો યુરોપની બહાર બનાવવામાં આવશે. જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2021માં જ ભારતે એરબસ સાથે 56 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો સોદો કર્યો હતો અને આ આખી ડીલ 21 હજાર કરોડ રૂપિયાની હતી. હાલ સરકાર નવા એરક્રાફ્ટને જૂના એવરો 748 એરક્રાફ્ટ સાથે બદલવાની યોજના પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ સાથે આ પહેલી વખત બનશે જે જ્યારે ભારતમાં ખાનગી કંપનીઓ સંયુક્ત રીતે એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. આ પ્લાન્ટમાં વાયુ સેનાને લગતા તમામ પ્રકારના સાધનોનું ઉત્પાદન કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, એયરબસ એક યુરોપીયન કંપની છે જે C-295 વિમાન બનાવે છે. એયરબસ કંપનીનો યુરોપ સિવાય ભારત દેશમાં આ પહેલો પ્લાન્ટ હશે.

જાણો C-295 વિમાનની ખાસિયતો

  • C-295 વિમાનને સેના અને રાહતના કામો માટે ઉપયોગમાં લેવાય છે
  • વિમાન એક ફેરામાં મહત્તમ 71 સેનિકોને લઈ જવામાં સક્ષમ
  • હથિયારો સહિત 50 પેરાટૂપર્સને લઈ જવામાં સમર્થ
  • જ્યાં મોટા વિમાન ન ઉતરી શકે ત્યાં સરળતાથી C-295 વિમાન ઉતરી શકે છે
  • યુદ્ધ દરમિયાન સેનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં ઉપયોગી
  • રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ઇજાગ્રસ્તોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકે છે
  • એયરબસ કંપની પાસે અત્યાર સુધી વિમાનને બનાવવા 285 ઓર્ડર છે
  • 285 ઓર્ડરમાંથી 203 વિમાનની સફળતા પૂર્વક કરાઈ ચૂકી છે ડિલિવરી
  • C-295 વિમાન ક્લોઝ એયર સપોર્ટ, ઈલેક્ટ્રોનિક યુદ્ધ, VIP ટ્રાન્સપોર્ટેશન જેવા કામોમાં સક્ષમ


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ