બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The agent who killed the Gujarati family was found roaming in Canada

દાવો / ડીંગુચાના ગુજરાતી પરિવારને મોતના મોંમાં ધકેલનાર એજન્ટ ખુલ્લેઆમ કેનેડામાં ફરતો દેખાયો, રિપોર્ટમાં દાવો

Vishal Khamar

Last Updated: 02:55 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય અગાઉ કેનેડા-યુએસ બોર્ડર પર કલોલના ડીંગુંચા ગામનાં 4 લોકોનાં બોર્ડર ક્રોસ કરતી વખતે મોત નિપજ્યા હતા. જેનો આરોપી બિંદાસ ફરી રહ્યો છે. આરોપી ફેનિલ પટેલ કેનેડાના રસ્તા પર બિંદાસ્ત ફરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

  • કેનેડા-યુએસ બોર્ડર પર થોડા સમય અગાઉ 4 લોકોનાં મોત નિપજ્યા હતા
  • બોર્ડર ક્રોસ કરતી વખતે ડીંગુંચા ગામનાં 4 લોકોના મોત નિપજ્યા હતા
  • આરોપી ફેનિલ પટેલ કેનેડાના રસ્તા પર બિંદાસ્ત ફરી રહ્યો હોવાનું દેખાય

 કલોલનાં ડીંગુંચા ગામનાં એક જ પરિવારના ચાર લોકો કેનેડા-યુએસ બોર્ડર પર મોતને ભેટ્યા હતા. જે બાદ આ સમગ્રે કેસમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. જેમાં ગુજરાતનાં ચાર લોકોના મોત મામલે બે વર્ષ બાદ મોટો ખુલાસો થવા પામ્યો છે. ડીંગુંચા પરિવાર કેનેડાના માનિટોબામાં ઠંડીમાં થીજી જતા મોત નિપજ્યું હતું. આ કેસનો મુખ્ય આરોપી ફેનિલ પટેલ કેનેડાના ટોરેન્ટોમાં ફરતો હોવાનુ્ં જાણવા મળી રહ્યું છે. 

બોબી પટેલ સહિત ત્રણની કરાઈ હતી ધરપકડ

થીજી જવાથી પરિવારના ચાર સભ્યોના થયા હતા મૃત્યુ
ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મૃત્યું થયા હતા. તેઓ પણ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી રહ્યા હતા. પરંતુ તાપમાન ખૂબ જ નીચુ હોવાના કારણે તેઓ ઠંડી સહન કરી શક્યા નહોતા અને થીજી જવાથી તેમનું મૃત્યુ થયું હતું.  મહત્વનું છે કે, ડીંગુચાનો પરિવાર  પહેલા દુબઈ ગયો અને બાદમાં ટોરેન્ટો ગયા હતા. જોકે વીનીપેગમાં ઠંડી હોવાથી બાળકોને ઠંડી લાગવાથી મોત થયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે, વીનીપેગ ખાતે એજન્ટોએ આ પરિવારને છોડી દીધા હતા. આ સાથે એક વ્યક્તિ દીઠ 60થી 65 લાખમાં ડીલ થતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો.  

વધુ વાંચોઃ Google મેપ પર રિવ્યૂ આપો, ને પૈસા કમાવો..., લાલચમાં ફસાવી વડોદરાના વેપારીને 82.72 લાખમાં ભેજાબાજોએ નવડાવ્યો

બોબી પટેલ સહિત ત્રણની કરાઈ હતી ધરપકડ
મહત્વનું છે કે, અગાઉ ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદમાં વધુ બે ઈસમ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની ધરપકડ કરાઈ હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા બંને ઈસમ ભાવેશ પટેલ અને યોગેશ પટેલ 10 વર્ષથી એજન્ટ હોવાનું સામે આવ્યું હતું. આ સાથે આ ઇસમોએ વીનીપેગ ખાતે એજન્ટોએ પરિવારને છોડી દીધા હતા. આ સાથે તપાસમાં સામે આવ્યું હતું કે, 11 લોકોને અત્યાર સુધીમાં કેનેડા-અમેરિકા મોકલ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ