બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The agent extorted Rs 16 lakh from the couple of Kadi and Kalol by luring them to go abroad

લાલચ બૂરી બલા હૈ / કડી-કલોલના દંપતીને વિદેશ જવાનો મોહ પડ્યો ભારે, અમેરિકાનું સ્વપ્ન બતાવી 2 એજન્ટોએ રૂ. 16 લાખ ખંખેરી લીધા

Malay

Last Updated: 09:18 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશ જવાની લાલચ આપી કડી અને કલોલના દંપતી પાસેથી એજન્ટે રૂપિયા 16 લાખ પડાવ્યા, બંને દંપતીએ એજન્ટ કમલેશ બારોટ અને રાજેશ સામે નોંધાવી ફરિયાદ.

 

  • વિદેશ જવાના મોહમાં છેતરાયા 
  • એજન્ટોએ 2 દંપતીને ચૂનો લગાડ્યો 
  • બે એજન્ટો સામે નોંધાવી પોલીસ ફરિયાદ

સાત સમંદર પાર વસવાટ કરી ડોલરમાં રૂપિયા કમાવવાના ઓરતા મોટાભાગના યુવાનોને જાગ્યા છે, ત્યારે વિદેશ જવાના નામે કેટલીકવાર છેતરપિંડીનો ભોગ પણ બનવું પડતું હોય છે. ત્યારે ફરીવાર આવો જ વધુ એક કિસ્સો ગુજરાતમાંથી પ્રકાશમાં આવ્યો છે. કડી અને કલોલના બે દંપતીને કબૂતરબાજ એજન્ટોએ લાખોનો ચૂનો લગાવ્યો છે.

વિઝાના નામે છેતરપિંડી: ભારે પડ્યો વિદેશ જવાનો મોહ, <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/કેનેડાના-વિઝા' title='કેનેડાના વિઝા'>કેનેડાના વિઝા</a> આપવાનું  કહી એજન્ટે સુરતના યુવકને આટલા લાખમાં નવડાવ્યો | surat youth loses rs 1  point 5 ...

વિદેશના સપના બતાવી પડાવ્યા લાખો રૂપિયા
કડી અને કલોલના બે દંપતી સાથે વિદેશ લઈ જવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. બે કબૂતરબાજ એજન્ટોએ દંપતી પાસે લાખો રૂપિયા પડાવ્યા છે. અમેરિકા લઈ જવાના સપના બતાવી એજન્ટોએ બંને દંપતીને બાટલીમાં ઉતાર્યા હતા. જે બાદ કમલેશ બારોટ અને રાજેશ વીરા ઉર્ફે છગન નામના એજન્ટોએ આ બંને દંપતી પાસેથી વિઝાના કામ બદલ કટકે કટકે 16 લાખ પડાવ્યા હતા. એજન્ટોએ સાડા ત્રણ મહિના સુધી બંને દંપતીને અલગ અલગ સ્થળે ફરેવીને 16 લાખ જેવી માતબાર રકમ ખંખેરી લીધી. હાલ બંને દંપતીએ ઠગ એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પહેલા યુરોપ જવાનું કર્યું હતું નક્કી
પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલમાં રહેતા જીગ્નેશભાઈ બારોટને વિદેશ જવું હોવાથી તેમણે મહેસાણાની દૂધસાગર ડેરી પાસે આવેલ ખુશ્બુ એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશ જયંતીભાઈ બારોટનો સંપર્ક કર્યો હતો અને પોતાનું 20 લાખનું બજેટ હોવાનું કહ્યું હતું. જેથી કમલેશ બારોટે આટલા રૂપિયામાં યુરોપ જવાના વિઝા થશે તવું જણાવતા જીગ્નેશભાઈ યુરોપ જવા સહમત થયા હતા. જે બાદ તેમણે વિઝા ખર્ચ પેટે પૈસા અને ડોક્યુમેન્ટ એજન્ટ કમલેશ બારોટને આપ્યા હતા. જે બાદ જીગ્નેશભાઈ અને તેમના પત્નીને મુંબઈ સબમિશન માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું હતું. જેથી જીગ્નેશભાઈએ પૈસા પરત માંગ્યા હતા. 

વિઝા અપાવવાનાં બહાને ૩.૬૫ લાખની છેતરપિંડી

અમેરિકા લઈ જવાની આપી હતી લાલચ
જે બાદ એજન્ટ કમલેશ બારોટે અમેરિકા લઈ જવાની લાલચ આપી હતી અને આ માટે તેણે એક કરોડનો ખર્ચ થશે તેમાં આ પૈસા મેનેજ કરી આપીશ તેવું જણાવ્યું હતું, સાથે જ એવું પણ જણાવ્યું કે આ પૈસા તમારે મેક્સિકો પહોંચો ત્યારે આપવાના રહેશે. જેથી કલોલના જીગ્નેશભાઈ બારોટ અને તેમના પત્ની સહમત થઈ હતા. નક્કી કર્યા મુજબ તેઓ ગત 10 એપ્રિલે અમેરિકા જવા પત્ની સાથે ટ્રેનમાં બેસીને મુંબઈ ગયા હતા. ટ્રેનમાં તેમને કડીના જયેશભાઈ પટેલ અને તેમના પત્ની મળ્યા હતા. તેઓ પણ કમલેશ બારોટના માધ્યમથી અમેરિકા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. મુંબઈ પહોંચ્યા બાદ બંનને દંપત્નીને કમલેશ ફ્લાઇટમાં બેલાડીને કોલંબો અને ત્યાંથી જકાર્તા લઈ ગયો હતો. જ્યાં કમલેશે જકાર્તાના એજન્ટ રાજેશ કુમાર વીરા ઉર્ફે છગન સાથે મુલાકાત કરાવી હતી. 

માંડમાંડ પૈસાની ગોઠવણ કરી વતન પાછા ફર્યા
જકાર્તામાં કમલેશે બંને દંપતી પાસે સાડા ત્રણ-સાડા ત્રણ લાખની માંગણી કરતા બંને દંપતીએ પરિવારજનોને ફોન કરીને રૂપિયા જમા કરવી દીધા હતા. જે બાદ કમલેશ સામાન લેવા જવાનું કહીને ઈન્ડિયા જવા નીકળી ગયો હતો. તો દંપતીને એક વિલામાં રાખવામાં આવ્યા હતા. લગભગ દિવસ બાદ બંને દંપતી પાસે રૂપિયા ખૂટી ગયા હતા. જેથી તેમણે છગનભાઈને જણાવ્યું હતું. જોકે, તેણે પૈસા આપવાની મનાઈ કરતા દંપતીએ કમલેશ બારોટને ફોન કર્યો હતો અને વતન મોકલી આપવા જણાવ્યું હતું. તો તેણે પરત આવવાની ટિકિટ માટે પૈસાની માંગ કરી હતી. જેથી યેનકેન પ્રકારે તેઓએ ટિકિટના પૈસાની ગોઠવણ કરી બંને દંપતી ફ્લાઇટમાં મુંબઇ અને ત્યાંથી કલોલ પહોંચ્યા હતા. જે બાદ તેમણે કમલેશને પૈસા પરત આપવા જણાવતા તેણે હાથ ઉચાં કરી લીધા હતા. જેથી બંને દંપતીએ એજન્ટ કમલેશ બારોટ અને રાજેશ કુમાર વીરા ઉર્ફે છગન સામે ફરિયાદ નોંધાવી છે. 

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ