બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / મનોરંજન / બોલિવૂડ / The actor of the film 'Gangs of Wasseypur' may be arrested after filing an FIR against the actor for fraud

FIR / ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના એક્ટર વિરુદ્ધ લાખોની છેતરપિંડીની ફરિયાદ, FIR નોંધાતા થઈ શકે છે ધરપકડ

Megha

Last Updated: 02:49 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2020માં પણ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં જીશાન વિરુદ્ધ કલમ-420 હેઠળ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો.

  • 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના એક્ટર અને સ્ક્રીનરાઇટર સામે છેતરપિંડીનો આરોપ 
  • પ્રોડ્યુસર શાલિની ચૌધરીએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો 
  • એ પહેલા જતીન સેઠીએ પણ 1.5 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો તેના નામનો ખોટો ઉપયોગ કરીને બીજા લોકો પાસેથી પૈસા લેતા હોય એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. હાલ એવો જ એક કિસ્સો સામે અવાયો છે. ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના એક્ટર અને સ્ક્રીનરાઇટર જીશાન કાદરી આ સમયે મુશ્કેલીમાં ફસાયા છે. જીશાન કાદરી સામે મુંબઈના મલાડ પોલીસ સ્ટેશનમાં ધારા 420-406 હેઠળ છેતરપિંડી અને કાર ચોરી માટે કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. ચાલો જોઈએ શું છે આખો કિસ્સો.. 

જીશાન કાદરી સામે FIR દર્જ 
જીશાન કાદરી પર ફિલ્મ ફાઇનાન્સર અને પ્રોડ્યુસર શાલિની ચૌધરીએ છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. જીશાન કાદરી પર આરોપ લગાડતા તેને શાલિની ચૌધરીએ 26 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જીશાન પર કાર ચોરી અને હેરાફેરીનો પણ આરોપ લગાવવામાં અવાયો હતો. 

જીશાને આવું કામ કર્યું 
શાલિની ચૌધરીએ કહ્યું હતું કે, 'હું મારા બે બાળકો સાથે મલાડમાં રહ્યું છું અને મારી 'Shalini Choudhary Films' નામની એક કંપની છે. વર્ષ 2017 માં હું જીશાન કાદરીને મળી હતી. ક્રાઇમ પેટ્રોલના એક શો માટે તેને ફાઇનાન્સની જરૂર હતી અને તેમાં તેની પત્ની પણ સાથે હતી અને તેને એક ફિલ્મ 'હલાલ' પણ બનાવી હતી જેથી એ સમયે મને તેમના પર ભરોસો હતો. 

આગળ એમને કહ્યું હતું કે, 'જીશાન અને તેની પત્ની સોનીના એક કોમેડી શોમાં પાર્ટનર બનવાના હતા અને જીશાને એ સમયે શાલિનીને કહ્યું કે એ કામ માટે તેની પાસે સારી કાર નથી. એ કામ મેળવવા માટે એક સારી કાર લઈને જવું જરૂરી છે અને એ પછી મારો ભરોસો જીતી એમને મારી કાર Audi-A-6 મારી પાસેથી લઈ લીધી હતી. જેનો નંબર MH14 FM 3212 છે અને કાર લીધા પછી એ લોકોએ મારો ફોન ઉઠાવવાનો બંધ કરી દીધો હતો. 

જીશાન પર પહેલા પણ લાગી ચૂક્યા છે આરોપ 
તમને જણાવી દઈએ કે જીશાન કાદરી પર આ પહેલો આરોપ નથી. વર્ષ 2020માં પણ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં જીશાન વિરુદ્ધ કલમ-420 હેઠળ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. ફિલ્મ ફાઇનાન્સર-પ્રોડ્યુસર જતીન સેઠીએ જીશાન કાદરી પર 1.5 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.

કોણ છે જીશાન કાદરી
જીશાન કાદરીએ અનુરાગ કશ્યપ દ્વારા બનાવવામાં આવેલ ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરમાં કામ કર્યું છે. જીશાને તે ફિલ્મમાં ડેફિનેટની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મથી જીશાનને બોલિવૂડમાં ઓળખ મળી હતી. આ ઉપરાંત જીશાને હંસલ મહેતાની ફિલ્મ છલાંગમાં પણ કામ કર્યું છે. આ સિવાય જીશાને 'રિવોલ્વર રાની', 'હોટેલ મિલન' જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ