બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The activists suspended by the Sabarkantha District President reached Delhi along with the MP

આંતરિક ડખો / ગુજરાતના આ સાંસદ, ભાજપે સસ્પેન્ડ કરેલા કાર્યકરો સાથે દિલ્લી પહોંચ્યા, પક્ષ વિરોધી પ્રવૃત્તિને અવગણી?

Kishor

Last Updated: 10:15 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠા જિલ્લા ભાજપમાં વિખવાદ સામે આવ્યો છે. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કરેલા કાર્યકરો સાંસદ સાથે દિલ્લી પહોંચતા રાજકારણ ગરમાયુ છે.

  • સાબરકાંઠા જિલ્લા ભાજપમાં વિખવાદ 
  • જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કરેલા કાર્યકરો સાંસદ સાથે દિલ્લી પહોંચ્યા
  • પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કરાયા હતા સસ્પેન્ડ

વડોદરા બાદ હવે સાબરકાંઠા જિલ્લાનું રાજકારણ ચર્ચાની એરણ પર આવ્યું છે. સાબરકાંઠા જિલ્લા ભાજપમાં ભડકો થયો હોવાની વાત સ્પ્રીંગની માફક ઉછાળા સાથે બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના આરોપસર સહકારી નેતા સતિષ પટેલને સસ્પેન્ડ કરાયા હતા. જે આજે કાર્યકરો સાથે દિલ્હી પહોંચ્યા હતાં.

મિશન 2022: ભાજપ વિધાનસભાની ચૂંટણીનો રોડમેપ-રણનીતિ ઘડશે | The BJP will  formulate a roadmap strategy for the Assembly elections


કાર્યકરોને 6 વર્ષ માટે પક્ષમાંથી કર્યા હતા સસ્પેન્ડ

આ અંગેની વિગત એવી છે કે સાબરકાંઠા બેંકની ચૂંટણી યોજાઈ હતી. જે દરમિયાન ભાજપનું મેન્ડેડ ન મળતા ભાજપના સતિષ પટેલ અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. આ સમગ્ર ઘટનાને ધ્યાને જિલ્લા ભાજપના આગેવાનો ચોંકી ઉઠ્યા હતા. બાદમાં તેમની સામે શિક્ષાત્મક પગલાં લઈને ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ તેઓને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે સસ્પેન્ડ કરેલા કાર્યકરોને સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડ દિલ્લી લઈ ગયા હોવાની વાત બહાર આવી છે.

સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડ સસ્પેન્ડેડ કાર્યકરોને દિલ્લી લઈ ગયા

સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો સાંસદ સાથે દિલ્લી પહોંચતા મામલો ગરમાયો હતો. બીજી બાજુ સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલની સામે જૂથવાદ હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. નોંધનીય છે કે તાજેતરમાં જ વડોદરામાં નનામી પત્રિકા પ્રકરણને લઈને રાજકારણ ગરમાયું છે. વડોદરાના મેયર નિલેશ રાઠોડને બદનામ કરતી પત્રિકા વાયરલ કરવા મામલે કોર્પોરેશનના પૂર્વ શાસક નેતા અને કોર્પોરેટર અલ્પેશ લીંબાચીયાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જોકે કોર્પોરેટર અલ્પેશ લીંબાચીયા મામલે વડોદરા પોલીસે મૌન સેવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરામાં ભાજપ વર્સીસ ભાજપની લડાઈમાં પોલીસ પર રાજકીય દબાણ આપવામાં આવી રહ્યું છે. રાજકીય દબાણના કારણે વડોદરા પોલીસની સુડી વચ્ચે સોપારી જેવી હાલત વચ્ચે હવે સાબરકાંઠાનું રાજકારણ ચર્ચામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ