બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The accused in the accident case was beaten up by the police in Maninagar, Ahmedabad

ડંડાવાળી / સાહેબ દુખે છે પ્લીઝ...: નબીરાઓને અમદાવાદ પોલીસે રસ્તા પર જ ભણાવ્યો પાઠ, દારૂ પીને ઘૂસાડી દીધી હતી કાર

Malay

Last Updated: 02:32 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maninagar Accident Case: અમદાવાદના મણિનગરમાં અકસ્માત કેસના આરોપી અને તેમા મિત્રોને પોલીસ સરાજાહેર માર મારતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

 

  • અકસ્માતના આરોપીને પોલીસે ભણાવ્યો પાઠ
  • નબીરાને પોલીસે જાહેરમાં માર્યો માર
  • બિયર પીને આરોપી ચલાવતો હતો કાર

અમદાવાદના મણિનગરમાં અકસ્માતના આરોપીને પોલીસે પાઠ ભણાવ્યો છે. બિયર પીને કાર ચલાવી અકસ્માત સર્જનાર કેદાર દવે અને તેના મિત્રોને પોલીસે જાહેરમાં માર માર્યો છે. જે સ્થળે તેઓએ કાર અકસ્માત સર્જ્યો હતો તે સ્થળે આજે તેમને લઈને પોલીસ પહોંચી હતી.જે બાદ પોલીસે બરાબરની સરભરા કરી હતી. પોલીસનો કેદાર દવે અને તેના મિત્રોને માર મારતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પોલીસકર્મી નબીરાને પકડી રાખે છે, જ્યારે અન્ય એક પોલીસકર્મી તેના પર ડંડાવાળી કરે છે. આ દરમિયાન યુવકો કગરતા જોવા મળી રહ્યા છે. 

 

શું છે સમગ્ર ઘટના?
અમદાવાદના મણીનગર વિસ્તારમાં જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામે 23 જુલાઈની રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને બાંકડા સાથે અથડાઈ હતી. જોકે, આ બાંકડા પર બેસેલા ત્રણ વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકને પહોંચી ઈજા પહોંચી હતી અને તે નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું.

ચારેય નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં હોવાનું આવ્યું હતું સામે 
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઘટનામાં કાર ચાલક સહિત 4 નબીરાઓને સ્થાનિકોએ દબોચીને પોલીસને સોંપ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરી તો બિયરની બોટલ પણ મળી આવી હતી. પોલીસની તપાસમાં કારમાં સવાર કેદાર દવે, રૂત્વિક માંડલિયા, પ્રિત સોની અને સ્વરાજ યાદવ ચારેય નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. 

ચારેય સામે નોંધાઈ હતી ફરિયાદ
જે બાદ પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. કાર ચલાવનાર મુખ્ય આરોપી સામે ઇસનપુર ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ સામે મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મણીનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ચારેય સામે ફરિયાદ નોંધાઇ હતી.

જયશીલ રાઠોડ સામે કાર્યવાહી થશે
જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની તપાસમાં આ ચારેય નબીરાઓએ પરમિટધારક પાસેથી દારૂ લીધો હોવાનું સામે આવ્યું હતું. આ તમામે ઈસનપુર વિસ્તારમાં રહેતા અને દારૂની પરમીટ ધરાવતા જયશીલ રાઠોડ નામના વ્યક્તિ પાસેથી દારૂ લીધો હોવાનું સામે આવ્યું હતું. જેના પૈસા પેટીએમ મારફતે પ્રિત સોનીએ ચૂકવ્યા હતા. પોલીસ હવે જયશીલ રાઠોડ સામે પણ કડક પગલાં લેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ