બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Thakor community alleges that the police did not take action in the case of suicide of a female constable in Rajkot's Jetpur

રાજકોટ / જેતપુર મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસ: પોલીસ પર લાગ્યો ભીનું સંકેલવાનો ગંભીર આક્ષેપ, સામે આવી વોટ્સઅપ ચેટ

Dinesh

Last Updated: 05:54 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

jetpur lady constable Suicide case: રાજકોટના જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યાના 6 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થયાનો કોળી સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે

  • જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત મુદ્દો
  • સમગ્ર મામલે કોળી સમાજના આગેવાનો આવ્યા મેદાને
  • સમાજ અગ્રણીનો પોલીસ કાર્યવાહી ન કરતાનો આક્ષેપ

jetpur lady constable Suicide  : રાજકોટના જેતપુરમાં થોડા દિવસ અગાઉ પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. દયાબેન શંભુભાઈ સરિયા નામના મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જે કોન્સ્ટેબલના આપઘાત મુદ્દે કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને ન્યાયની માગ કરી રહ્યાં છે. 

મૃતકની તસવીર

કાર્યવાહી ન થયાનો આરોપ 
મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યાના 6 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થયાનો કોળી સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.  અત્રે જણાવીએ કે, 6 દિવસ પહેલા મહિલા કોન્સ્ટેબલ દયાબેન સરિયાએ આપઘાત કર્યો હતો. આપઘાત કરતાં પહેલાની સમગ્ર ચેટ તેમજ પુરાવા પોલીસને સોંપવામાં આવ્યા છે. તમામ પુરાવા આપ્યા હોવા છતાં 3 પોલીસ કર્મીઓ સામે કોઇ કાર્યવાહી ન થયાનો આરોપ કરાઈ રહ્યો છે.

કોળી સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી
આપને જણાવી દઈએ કે, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પણ પરિવાર સાથે મંત્રણા કરી ચૂક્યા છે. આગેવાનોના સનસનીખેજ આક્ષેપો બાદ પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. પોલીસ કાર્યવાહી ન કરે તો ઉપવાસ પર ઉતરવાની પણ કોળી સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. 

ઠાકોર કોળી સેના પ્રમુખ જયેશ ઠાકોર

ઠાકોર કોળી સેનાના પ્રમુખનું નિવેદન 
ઠાકોર કોળી સેના પ્રમુખ જયેશ ઠાકોરએ જણાવ્યું કે, પોલીસને તમામ પુરાવા આપ્યા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ પોલીસ એવું જણાવી રહી છે કે, મોબાઈલ ફોન એફ એસ એલમાં મોકલવામાં આવ્યો છે. FSLના રિપોટ આવ્યા પછી જ કાર્યવાહી કરાશે. વધુમાં જયેશ ઠાકોરએ જણાવ્યું કે, એમે કેટલાક વ્યક્તિ વિરૂદ્ધ પુરાવા પણ આપ્યા છે પરંતુ પોલીસ કાર્યવાહી કરતી નથી.     

દયાબેન બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતાં
અત્રે જણાવી દઈએ કે, દયાબેન જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતાં. જેમણે 6 દિવસ અગાઉ પોલીસ લાઈનમાં આવેલ ક્વાર્ટરમાં પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જે સમગ્ર ઘટનાને પગલે મોબાઈલ ચેટ પણ સામે આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ