બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / thailand offers no visa fee for indian travellers

વિદેશ / ભારતીયો માટે ગુડ ન્યૂઝ, રંગીન રાતો માટે જાણીતા આ સ્થળે હવે વીઝા વગર જઈ શકાશે, સરકારનું એલાન

Hiralal

Last Updated: 05:34 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઈલેન્ડની નવી સરકારે ભારતીયો માટે વીઝા ફ્રી એન્ટ્રીનું એલાન કર્યું છે. એટલે હવે ભારતીયો ખાલી પાસપોર્ટ લઈને થાઈલેન્ડ જઈ શકશે.

  • થાઈલેન્ડ ફરવા જવાનું વિચારતા ભારતીયો માટે સારા સમાચાર
  • હવે વીઝા વગર જઈ શકાશે થાઈલેન્ડ
  • ખાલી પાસપોર્ટ હશે તો પણ જઈ શકાશે 

થાઈલેન્ડ ફરવા જવાનું વિચારતા ભારતીયો માટે સારા સમાચાર છે. હવે ભારતથી થાઇલેન્ડ માટે વિઝાની જરૂર નહીં પડે. મંગળવારે થાઈલેન્ડ સરકારે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું અને આ માહિતી આપી હતી. પીક સિઝનમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે થાઇલેન્ડે વિઝા પ્રક્રિયા હાલ પૂરતી નાબુદ કરી દીધી છે. આ સુવિધાનો લાભ મે 2024 સુધી મળશે. ભારતીય પ્રવાસીઓ હવે થાઇલેન્ડ જવા માટે વિઝા વગર મુસાફરી કરી શકશે. આ સુવિધા ભારત ઉપરાંત થાઇલેન્ડ સરકાર દ્વારા તાઇવાનના પ્રવાસીઓ માટે પણ આપવામાં આવી છે.

થાઈલેન્ડ માટે ભારત ચોથા નંબરનો ફેવરીટ દેશ
પ્રવાસન મામલે થાઇલેન્ડ માટે ભારત ચોથા નંબરનો ફેવરીટ દેશ છે. થાઈલેન્ડના ટોપ-3 માર્કેટની વાત કરીએ તો મલેશિયા, ચીન અને દક્ષિણ કોરિયા પ્રથમ ત્રણ સ્થાન પર છે. સાથે જ થાઈલેન્ડ પણ ભારતીયો માટે સસ્તું પર્યટન સ્થળ છે. આ વર્ષે એટલે કે 2023માં અત્યાર સુધીમાં ભારતમાંથી 1 લાખ (લગભગ 2 લાખ) લોકો થાઇલેન્ડની યાત્રા કરી ચૂક્યા છે. થાઇલેન્ડનું લક્ષ્ય આ વર્ષે દેશમાં 28 મિલિયન પ્રવાસીઓ રાખવાનું છે. નવી સરકારને આશા છે કે ટ્રાવેલ સેક્ટરમાંથી નબળા એક્સપોર્ટને ધાર મળશે.

થાઇલેન્ડમાં જોવા માટે આ છે શ્રેષ્ઠ સ્થળો
ભારતમાંથી દર વર્ષે ઘણા લોકો થાઇલેન્ડની મુલાકાત લે છે. ખાસ કરીને યુવાઓ માટે આ ફેવરિટ ડેસ્ટિનેશન્સમાંથી એક છે. સૌથી વધુ જોવાલાયક સ્થળોની વાત કરીએ તો બેંગકોક, ફુકેત, ચિઆંગ મે, ફિફી આઇલેન્ડ, પટાયા, કાબી, હુઆ હિન, કોહ તાઓ જેવા શહેરો પર્યટન માટે આકર્ષણનું કેન્દ્ર છે. થાઇલેન્ડ એક ટાપુ છે એટલે કે તમે સુંદર સમુદ્રના દૃશ્યોનો આનંદ માણી શકો છો.

અત્યાર સુધીની વિઝા ફી કેટલી છે?
અત્યાર સુધી ભારતથી આવનારા મુસાફરોને બે દિવસના થાઇલેન્ડ વિઝા માટે 2 બાહટ (લગભગ 2000 ડોલર) ચૂકવવા પડતાં હતા પરંતુ હવે ખાલી પાસપોર્ટ લઈને થાઈલેન્ડ જઈ શકાશે અને ત્યાં આરામથી ફરી શકાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ