બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Test cricket turns 146 today Sachin century emperor and Muralitharan wicket king know interesting facts and special records

ઐતિહાસિક / ટેસ્ટ ક્રિકેટને આજે થયા 146 વર્ષ: સચિન સદીનો સમ્રાટ તો મુરલીધરન વિકેટ-કિંગ; જાણો તેની સાથે જોડાયેલ રસપ્રદ તથ્યો અને રેકોર્ડ્સ

Arohi

Last Updated: 01:13 PM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1877થી લઈને 15 માર્ચ 2023 સુધી દુનિયાભરમાં 12 દેશ ટેસ્ટ ક્રિકેટ રમવા લાગ્યા. તેમણે અત્યાર સુધી કુલ 2499 મેચ રમી લીધી છે. 1971માં વન ડે અને 2004માં ટી-20 ક્રિકેટનું ફોર્મેટ પણ આવ્યું.

  • આજે 146 વર્ષનું થઈ ગયું ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટ 
  • 15 માર્ચ 1877માં પહેલી વખત રમાઈ હતી મેચ 
  • જાણો ટેસ્ટ ક્રિકેટને લઈને અમુક મહત્વની માહિતી 

ક્રિકેટનું સૌથી લાંબું અને ચેલેન્જિંગ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ આજે આખા 146 વર્ષનું થઈ ગયું છે. 15 માર્ચ 1877ના દિવસે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમમાં મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી વખત ઈન્ટરનેશનલ લેવલ પર ટકરાઈ હતી. ત્યારેથી જ ઈન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત પણ થઈ. ભારતે 1932માં પહેલી વખત ટેસ્ટ મેચ રમી હતી અને પહેલી જીત નોંધાવવામાં 20 વર્ષ લગાવી દીધા. 

12 દેશ રમે છે ટેસ્ટ ક્રિકેટ 
1877થી લઈને 15 માર્ચ 2023 સુધી દુનિયાભરમાં 12 દેશ ટેસ્ટ ક્રિકેટ રમવા લાગ્યા. તેમણે અત્યાર સુધી કુલ 2499 મેચ રમી લીધી છે. 1971માં વન ડે અને 2004માં ટી-20 ક્રિકેટનું ફોર્મેટ પણ આવ્યું. 

જેણે ટેસ્ટને વધારે ઈન્ટરેસ્ટિંગ બનાવી દીધી. ટેસ્ટ ક્રેક્ટની 146મી એનિવર્સરી પર જાણો આ ફોર્મેટના ટોપ બેટર, બોલર અને ઓલરાઉન્ડર વિશે. સાથે જ અમુક એવા રેકોર્ડ અને ફેક્ટર વિશે પણ જાણો....

ઈંગ્લેન્ડ સૌથી સફળ ટીમ 
ટેસ્ટમાં અત્યાર સુધી 2499 ટેસ્ટ રમવામાં આવી છે. જેમાંથી 1711ના પરિણામ મળ્યા. 2 મેચ ટાઈ રહી અને 786 મેચ ડ્રો પર ખતમ થઈ. ઈંગ્લેન્ડે સૌથી વધારે 1060 મેચ રમી, ત્યાં ઓસ્ટ્રેલિયાએ સૌથી વધારે 405 જીત મેળવી. ઈંગ્લેડે જ સૌથી વધારે 318 મેચ હારી. 

ભારતે 55 વર્ષ બાદ શરૂ કરી ટેસ્ટ ક્રિકેટ 
ટીમ ઈન્ડિયાએ 24 જૂન 1932ને પહેલી વખત ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પગ મુક્યો. ટીમે ઈંગ્લેન્ડના વિરૂદ્ધ એક મેચ રમી, જેમાં આપણી હાર થઈ. 1952માં ટીમ ઈન્ડિયાને આ ફોર્મેટમાં પહેલી જીત મળી હતી. ટીમે ઈંગ્લેન્ડને જ ઈનિંગ અને 8 રમથી હરાવ્યું હતું. 

ભારતે આ ફોર્મેટમાં અત્યાર સુધી 568 મેચ રમી છે. 172માં જીત અને 175માં ટીમને હાર મળી. એક મેચ ટાઈ અને 221 ટેસ્ટ ડ્રો પણ રહ્યા. ભારતે ઓસ્ટ્રેલિયાને સૌથી વધારે 32 વખત હરાવ્યું છે. ત્યાં જ ઈંગ્લેન્ડે આપણને સૌથી વધારે 50 ટેસ્ટમાં હરાવ્યા છે. ટેસ્ટમાં ભારતના ટોપ સ્કોર 759 રન છે. જે ટીમે ઈંગ્લેન્ડના વિરૂદ્ધ બાનાવ્યા. ત્યાં જ ટીમ ઈન્ડિયાનો સૌથી નાના સ્કોર 36 રન છે. જે ઓસ્ટ્રેલિયા સામે બન્યો છે. 

17 માર્ચે થશે 2500મોં મુકાબલો 
2 દિવસ બાદ શુક્રવાર 17 માર્ચે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાની વચ્ચે 2 ટેસ્ટની સીરિઝની છેલ્લી મેચ વેલિંગટનમાં રમવામાં આવશે. જે ટેસ્ટ ક્રિકેટના 2500નો મુકાબલો થશે. ન્યુઝીલેન્ડે પહેલી ટેસ્ટ છેલ્લા બોલ પર 2 વિકેટથી જીત્યો હતો. 

ન્યૂઝીલેન્ડે અમુક દિવસો પહેલા જ પોતાના ઘરમાં ઈંગ્લેન્ડના વિરૂદ્ધ 2 ટેસ્ટની સીરિઝ 1-1થી જીતી. આ સીરિઝની છેલ્લી મેચ તો ન્યુઝીલેન્ડના કોલોઓન મળ્યા બાદ ફક્ત એક રનથી જીતી. જે ટેસ્ટ ક્રિકેટમાં રનોના વિરૂદ્ધથી સૌથી નાની જીતનો રેકોર્ડ પણ છે. 

જ્યારે ટીમ ઈન્ડિયાએ 271 ઓવર બોલિંગ કરી 
6 ઓગસ્ટ 1997એ કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાએ ભારતના વિરૂદ્ધ આખા 271 ઓવર બેટિંગ કરી 6 વિકેટના નુકસાન પર 952 રન કર્યા છે. જે ટેસ્ટ ક્રિકેટમાં બનેલો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. શ્રીલંકાના સનથ જયસૂર્યાએ આ મેચમાં 340 અને રોશન મહાનમાને 225 રન એકલા જ બનાવી દીધી. 

ભારતના 3 બોલરોએ આ ટેસ્ટમાં 70થી વધારે ઓવર બોલિંગ કરી. શ્રીલંકાએ બીજી ઈનિંગમાં આ સ્કોર બનાવ્યો હતો. ત્યાં જ ભારતે પોતાની પહેલી ઈનિંગ 537/8ના સ્કોર પર ડિક્લેર કરી હતી. 

ટેસ્ટના ટોપ ઓલરાઉન્ડર 
ગેરી સોબર્સ ટેસ્ટના ટોપ ઓલરાઉન્ડર છે. તેમણે વેસ્ટઈન્ડીઝ સામે 93 ટેસ્ટમાં 8032 રન બનાવ્યા હતા સાથે જ 235 વિકેટ લીધી છે. ત્યાર બાદ સાઉથ આફ્રીકાના જેક્સ કેલિસ 166 ટેસ્ટમાં 13289 રન અને 292 વિકેટ લેવાની સાથે ટેસ્ટ ઓલરાઉન્ડરના માપદંડોને નવી સીમાઓ સુધી લઈ ગયા. 

ટેસ્ટમાં અમુક બીજા ટોપ ઓલરાઉન્ડર્સ પણ છે. જેમણે ઈંગ્લેન્ડના ઈયન બોથમને 102 ટેસ્ટમાં 5200 રન બનાવવાની સાથે 383 વિકેટ, ન્યૂઝીલેન્ડના રિચર્ડ હેડલીને 86 ટેસ્ટમાં 3125 રન બનાવવાની સાથે 431 વિકેટ, ભારતના કપિલ દેવે 131 ટેસ્ટમાં 5248 રન બનાવવાની સાથે 431 વિકેટ અને પાકિસ્તાનના ઈમરાન ખાને 88 ટેસ્ટમાં 3807 રન બનાવવાની સાથે 362 વિકેટ લિધી છે. 

ટેસ્ટના ટોપ બેટર 
ટેસ્ટમાં ટોપ બેટર સચિન તેંડુલકરે ટેસ્ટમાં 15,921 રન બનાવ્યા છે જેમાં 51 સેન્ચુરી મારી છે અને 119 હાફ સેન્ચુરી કે તેનાથી વધારે રન કર્યા છે. સાથે જ સચિને સૌથી વધારે 2058 ચોગ્ગા બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના ડોનાલ્ડ બ્રેડમેને 12 ડબલ સેન્ચુરી અને 2 ત્રિપલ સેન્ચુરી મારી છે. ડોનાલ્ડ બ્રેડમેને સૌથી વધારે એવરેજ 99.94નો રેકોર્ડ પણ બનાવ્યો છે. 

ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સે ટેસ્ટમાં સૌથી વધારે 109 છગ્ગા મારવાનો રેકોર્ડ બનાવ્યો છે. વેસ્ટએન્ડીઝના ખેલાજી બ્રાયન લારા પાસે ટોપ સ્કોર 400 અણનમનો રેકોર્ડ છે. જ્યારે ઈંગ્લેન્ડના ખેલાડી લેન હટને સૌથી વધારે મોટી ઈંનિંગ 847 બોલની રમી છે. 

ટેસ્ટના ટોપ બોલર 
શ્રીલંકાના મુરલીધરને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે 800 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે એક ઈનિંગમાં 5થી વધુ વિકેટ લેવાનો એવો 67 મેચોનો રેકોર્ડ બનાવ્યો છે. સાથે જ તેમણે એક મેચમાં 10થી વધારે વિકેટ લીધી હોય તેવી 22 મેચો રમી છે. તેમના નામે સૌથી વધારે 44,039 બોલ નાખવાનો પણ રેકોર્ડ છે. મુકલીધરને સૌથી વધીરે 167 બોલ્ડ પણ કર્યા છે. તેમને 17 વખત પ્લેયર ઓફ ધ મેચ મળ્યું છે. 

ભારતના અનિલ કિંબલેએ ટેસ્ટમાં સૌથી વધારે 40,850 રન આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. સાથે જ સૌથી વધારે 156 LBW પણ કર્યા છે. જ્યારે બેસ્ટ ફિગર ઈનિંગ અને બેસ્ટ ફિગર મેચ અનુક્રમે 10/53 અને 19/90 ઈંગ્લેન્ડના ખેલાડી જીમ લેકરના નામે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ