બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Terror of anti-social elements in Rajkot

વેદના / VIDEO: અમને મારી નાંખવા છે, નામ આપીશું તો...: શા કારણે રડી રહી છે રાજકોટની મહિલાઓ?

Malay

Last Updated: 03:01 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના માધાપરમાં આવેલા મનહરપુર 1માં ગતમોડી રાત્રે લોકોના ઘરો પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • માધાપર આવેલ મનહરપુર 1 માં અસામાજિક તત્વોનો આતંક
  • રાત્રે 6 થી 7 લોકો પથ્થર અને સોડા બોટલ કર્યા ઘા 
  • અસામાજિક તત્વોને કારણે મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ

રાજકોટમાં અસામાજીક તત્વોનો આતંક દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે. એક પછી એક ક્રાઇમની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના માધાપર વિસ્તારમાં આવેલા મનહરપુર 1માં અસામાજિક તત્વોએ લોકોના ઘરો પર પથ્થરમારો અને સોડાની બોટલોના ઘા કર્યા હતા. જેના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 

થોડા દિવસ અગાઉ નોંધાવી હતી પોલીસ ફરિયાદ
મળતી માહિતી અનુસાર, રાજકોટના મનહરપુરમાં 1માં ગતમોડી રાત્રે 6થી 7 અસમાજિક તત્વોએ પથ્થર અને સોડાની બોટલોના ઘા કર્યા હતા. જેને પગલે મહિલાઓ અને સ્થાનિકો એકઠા થયા હતા. અસામાજિક તત્વોને કારણે મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ સ્થાનિક લોકોએ અસમાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

મહિલાઓની આંખોમાં આવી ગયા આંસુ
આ અંગે વેદના રજૂ કરતા મહિલાઓના આંખોમાં આંસુ આવી ગયા હતા. સ્થાનિક મહિલાએ આ મામલે જણાવ્યું કે, 'અમારા ઘરે આવીને અવારનવાર આવી રીતે ઘા કરી જાય છે. અમને મારી નાખવાની ધમકી આપે છે. બે મહિનાથી ઘરના બહાર જઈ નથી શકતા.' 

પોલીસ કડક કાર્યવાહી કરે એવી સ્થાનિકોની માંગ
તેમણે જણાવ્યું કે, 'અમને મારી જ નાખવા છે. 'તમારાથી થાય એ કરી લો, જામનગર સુધી અમારા છેડા અડે છે' આવી અમને ધમકી આપે છે. અમે એમના નામ નહીં આપી, નામ આપશું તો અમે મુશ્કેલીમાં મુકાશું. તમે તમારી રીતે તપાસ કરીને આમને પકડો.' હાલ પોલીસ આ અસમાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે એવી સ્થાનિકોની માંગ છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ