બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Terrifying Video Shows Massive Pile-Up In US In Snow Squall; 3 Dead

વાયરલ / VIDEO : બરફવર્ષામાં રોડ 'ગાયબ', વાહનચાલકોએ એકબીજા પર ઠોકી 50 ગાડીઓ, ખૌફનાક વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 08:45 PM, 29 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં પેન્સિલવેનિયામાં આવેલા બરફના ભયાનક તોફાનમાં હાઈવે પર એકીસાથે 50-60 ગાડીઓ ટકરાઈ હતી જેમાં 3 લોકોના મોત થયા હતા.

  • અમેરિકાના પેન્સિલવેનિયામાં આવ્યું બરફનું ભયાનક તોફાન
  • હાઈવે પર વિઝિબિલિટી ઘટતા એકબીજા સાથે ટકરાઈ 50 ગાડીઓ
  • 3 લોકોના મોત, સેંકડો ઘાયલ 

અમેરિકામાં પેન્સિલવેનિયામાં સોમવારે હાઈવે પર થયેલા ભીષણ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં બરફના તોફાનના કારણે હાઈવે પર એક પછી એક 50થી 60 ગાડીઓ અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ સાથે જ અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પેન્સિલ્વેનિયા હાઇવેના શુયકિલ કાઉન્ટીની છે. અકસ્માત બાદથી આ વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.

આ ભયાનક અકસ્માતનો વીડિયો યૂટ્યૂબ પર શેર કરવામાં આવ્યો 

આ ભયાનક અકસ્માતનો વીડિયો યૂટ્યૂબ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં એક પછી એક ગાડીઓ એકબીજા સાથે ટકરાતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે હિમવર્ષાના કારણે વાહન ચાલકો વાહન પરનો કાબૂ ગુમાવી રહ્યા છે.  ટકરાયા બાદ લોકો કારમાંથી બહાર નીકળી રહ્યા છે.

હાઈવે પર વાહનચાલકોને કશું ન દેખાતા થયો અકસ્માત 
પોલીસના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં વિઝિબિલિટી 0ની આસપાસ હતી, જેના કારણે આ અકસ્માત એટલો ભયાનક હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ મહિને શૌકિલ દેશની આ બીજી મોટી ઘટના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ