બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / tere naam story behind salman khan baldness

રસપ્રદ / તાવ આવ્યો અને શૂટિંગ ના કરવું પડે એટલે સલમાન ખાને કરાવી દીધું હતું મુંડન: ઈરિટેટ થઈને લીધો હતો નિર્ણય

Manisha Jogi

Last Updated: 11:16 AM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાન વર્ષ 2021માં રિયાલિટી શો ‘સા રે ગા મા પા’માં આવ્યા હતા. આ દરમિયાન તેમણે મુંડન કરાવવાની કહાની શેર કરી હતી.

  • ફિલ્મ ‘તેરે નામ’ માટે મુંડન કરાવવા પાછળ રસપ્રદ કહાની
  • તાવ આવવા છતાં શુટીંગ કરવા માટે કર્યું પ્રેશર
  • ગુસ્સામાં આવીને કરાવ્યું મુંડન

ફિલ્મ ‘તેરે નામ’ એક એવી ફિલ્મ હતી, જેનાથી સલમાન ખાનનું કરિઅર રિવાઈવ થયું હતું. સલમાન ખાને આ ફિલ્મ માટે મુંડન કરાવ્યું હતું. તેમણે મુંડન કરાવ્યું તે માટે એક રસપ્રદ કહાની છે. સલમાન ખાન એક ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા, તે સમયે તેમની પાસે ફિલ્મ ‘તેરે નામ’ના પ્રોડ્યુસર સુનિલ મનચંદા આવ્યા હતા, તેમણે સલમાન ખાનને ફિલ્મની કહાની કહી હતી, જે તેમને ખૂબ જ પસંદ આવી હતી. સલમાન ખાન શ્યોર નહોતા કે, તેમણે મુંડન કરાવવું જોઈએ કે નહીં. 

સલમાન ખાનને એક દિવસ તાવ આવ્યો ત્યારે ફિલ્મ ‘તેરે નામ’ પહેલા જે ફિલ્મનું શુટીંગ કરી રહ્યા હતા, તે ફિલ્મના ડાયરેક્ટર તેમની પાસે આવ્યા. ડાયરેક્ટરે સલમાન ખાનને શુટીંગ ચાલુ રાખવા માટે કીધું. સલમાન ખાનને ડાયરેક્ટરની આ વાત પસંદ ના આવી, તેમણે નારાજ થઈને મુંડન કરાવી દીધું. 

સલમાન ખાન મૂંઝવણમાં હતા
સલમાન ખાન વર્ષ 2021માં રિયાલિટી શો ‘સા રે ગા મા પા’માં આવ્યા હતા.  આ દરમિયાન તેમણે મુંડન કરાવવાની કહાની શેર કરી હતી. સલમાન ખાને કહાની સંભળાવતા કહ્યું કે, ‘હું ફિલ્મ ‘તેરે નામ’ પહેલા અન્ય ફિલ્મનું શુટીંગ કરી રહ્યો હતો. તે સમયે મારા નજીકના મિત્ર સુનિલ મનચંદા મારી પાસે આવ્યા. તેમણે મને સ્ક્રિપ્ટ કહી અને જણાવ્યું કે, આ ફિલ્મ માટે બીજા હાફમાં મુંડન કરાવવાનું રહેશે. આ બાબતે હું મૂંઝવણમાં હતો, હું ઓલરેડી બીજી ફિલ્મનું શુટીંગ કરી રહ્યો હતો.’

ડાયરેક્ટરે તાવમાં પણ શુટીંગ કરવાનું કહ્યું 
સલમાન ખાન જણાવે છે કે, એક દિવસ તાવ આવ્યો ત્યારે તેઓ ફિલ્મ ‘તેરે નામ’ પહેલા જે ફિલ્મનું શુટીંગ કરી રહ્યા હતા, તે ફિલ્મના ડાયરેક્ટર તેમની પાસે આવ્યા. ડાયરેક્ટરે શુટીંગ ચાલુ રાખવા માટે કીધું. સલમાન ખાન જણાવે છે કે, ‘મને હજુ પણ યાદ છે કે, એક દિવસ મને સખત તાવ આવ્યો હતો. ડાયરેક્ટર મારી પાસે આવ્યા અને શુટીંગ કરવા માટે પરેશાન કરવા લાગ્યા. હું વોશરૂમમાં ગયો અને ઈરિટેટ થઈને મુંડન કરી દીધું.’

નજીકના લોકો સલમાન ખાનની આ ફિલ્મ બાબતે રાજી નહોતા
મુંડન કરાવ્યા પછી સલમાન ખાને પ્રોડ્યુસર સુનિલ મનચંદાને આ વાત જણાવી હતી. બીજા દિવસે સલમાને સુનિલ મનચંદા સાથે મુલાકાત કરી અને ફિલ્મ ‘તેરે નામ’માં કામ કરવાની ઈચ્છા જણાવી. ‘તે સમયે મારા નજીકના લોકો બિલ્કુલ પણ ઈચ્છતા નહોતા કે, હું આ ફિલ્મમાં કામ કરું. હું આ ફિલ્મ કરવા માંગતો હતો. બધાએ ના પાડી તેમ છતાં મેં રાધે મોહન (ફિલ્મ ‘તેરે નામ’માં ભજવેલ પાત્રનું નામ)નું પાત્ર ભજવવાનું યોગ્ય લાગ્યું.’

ફિલ્મ ‘તેરે નામ’ની રસપ્રદ કહાની
ફિલ્મ ‘તેરે નામ’ સાથે અન્ય એક રસપ્રદ કહાની જોડાયેલ છે. આ ફિલ્મનું ડાયરેક્શન અનુરાગ કશ્યપ કરવાના હતા. તેમણે સલમાન ખાન સામે એક એવી ડિમાન્ડ મુકી દીધી, જેના કારણે તેમણે આ પ્રોજેક્ટ ગુમાવવો પડ્યો હતો. અનુરાગ કશ્યપે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘ફિલ્મનો પ્લોટ યૂપીના મથુરા અને આગ્રા પર આધારિત હતો. આ કારણોસર હું ઈચ્છતો હતો કે, એક્ટર પણ યૂપીના અવતારમાં જ દેખાય.’

અનુરાગ કશ્યપે સલમાન ખાનને કહ્યું કે, ‘તેમણે છાતી પર વાળ ઉગાડવાના રહેશે. તે સમયે સલમાન ખાન મારી વાત સાંભળીને શાંત રહ્યા. બીજા દિવસે ખબર પડી કે, મને ફિલ્મમાંથી કાઢી દેવામાં આવ્યો છે. મારી જગ્યાએ સતીશ કૌશિકને ફિલ્મના ડાયરેક્શનની કમાન આપવામાં આવી.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ