બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Temptation of part time job fell heavily on the youth, lost 9.35 lakhs, do not get involved in such a task even by mistake

સચેત રહેજો / પાર્ટ ટાઈમ જોબની લાલચ યુવકને ભારે પડી, ગુમાવ્યા 9.35 લાખ, ભૂલથી પણ આવાં ટાસ્કમાં ન ફસાતા

Megha

Last Updated: 10:43 AM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન છેતરપિંડીનો એક નવો મામલો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ એક ક્લિકમાં પોતાની મહેનતની કમાણીમાંથી 9.35 લાખ રૂપિયા ગુમાવી દીધા છે.

  • પાર્ટ ટાઈમ નોકરીની લાલચમાં 9.35 લાખની છેતરપિંડી
  • ફ્રોડ કરનારા આ રીતે ઘરેથી કામ અને પાર્ટ જોબ કરવાની લાલચ આપે છે 
  • થોડા દિવસો સુધી રિટર્ન મળતું રહ્યું 

એક સમય એવો હતો કે દરેક નાના-મોટા કામ માટે બેંકમાં જવું પડતું હતું. એ પછી ભલે ખાતું ખોલાવવાથી લઈને પૈસા ઉપાડવા અને જમા કરાવવા જેવુ કામ હોય, દરેક કામ માટે બેંકમાં જવું ફરજિયાત હતું પણ ધીરે ધીરે સમય બદલાતો રહ્યો અને હવે સમય એટલો બદલાઈ ગયો છે કે બેંકને લગતા મોટાભાગના કામ ઘરે બેસીને જ ચપટીમાં થઈ જાય છે. પૈસા મોકલવાથી લઈને પૈસા જમા કરાવવા અને લોન લેવા જેવી પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે અને આ બધી પ્રક્રિયામાં ગ્રાહકોની મદદ કરે છે ઈન્ટરનેટ બેંકિંગ. પણ એ યાદ રાખવું એ જરૂરી છે કે તમારું ઈન્ટરનેટ બેન્કિંગ પણ સિક્યોર રાખવું પડે છે નહીં તો છેતરપિંડી કરનારાઓ મહેનતની કમાણી આંખના પલકારામાં ખાલી કરી શકે છે. 

પાર્ટ ટાઈમ નોકરીની લાલચમાં 9.35 લાખની છેતરપિંડી
ઓનલાઈન છેતરપિંડીનો એક નવો મામલો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ એક ક્લિકમાં પોતાની મહેનતની કમાણીમાંથી 9.35 લાખ રૂપિયા ગુમાવી દીધા છે. જેમાં યુઝર્સને ઘરે બેસીને પાર્ટ ટાઈમ જોબની ઓફર આપવામાં આવી હતી. વાત એમ છે કે પીડિતને અજાણ્યા નંબર પરથી મેસેજ મળે છે, જેમાં તેને ઘરેથી કામ અને પાર્ટ જોબ કરવાની લાલચ આપવામાં આવે છે. 

પાર્ટ ટાઈમ નોકરીની લાલચ 
40 વર્ષીય વ્યક્તિને ટેલિગ્રામ પર એક મેસેજ મળ્યો, જેમાં તેને પાર્ટ ટાઈમ જોબની લાલચ આપવામાં આવી છે. મેસેજમાં તે નીલ્સન મીડિયાની એચઆર ટીમનો હોવાનો દાવો કરતી હતી અને HR મહિલાએ જણાવ્યું કે ઘરે બેસીને કમાવાની તક છે, જેમાં એક કામ માટે 150 રૂપિયા આપવામાં આવશે. એ બાદ તે HR મહિલાએ એ કહ્યું કે તેને એક લિંક પર ક્લિક કરવાનું રહેશે જ્યાં તેમણે માત્ર હોટલ વગેરે પર રેટિંગ આપવાનું રહેશે. આ લિંક પર ક્લિક કરીને, તેઓ નોકરી શરૂ કરી શકે છે.

થોડા દિવસો સુધી રિટર્ન મળતું રહ્યું
એ બાદ થયું એવું કે એ લિંક પર ક્લિક કરતાંની સાથે જ તે લિંક UPI ID પર લઈ જાય છે. કામ પૂરું કરતાંની સાથે જ તે વ્યક્તિને 150 રૂપિયા મળ્યા. આ પછી વધારાના કામ કરવામાં આવ્યા અને 900 રૂપિયા મળ્યા. રિપોર્ટ્સમાં ખુલાસો થયો છે કે તેને થોડા દિવસો સુધી રિટર્ન મળતું રહ્યું. શરૂઆતમાં તેણે રૂ. 2,000નું રોકાણ કર્યું અને પછી રૂ. 2,800નું વળતર મળ્યું. કામ થોડા દિવસો સુધી ચાલ્યું. એક દિવસ વ્યક્તિને વચન મુજબ 7000 રૂપિયા, 4500 રૂપિયા અને પછી 98000 રૂપિયા સુધીનું રિટર્ન મળ્યું. આ પછી પીડિતાને ખાતરી થઈ ગઈ કે આ કામ યોગ્ય છે. 

પહેલા 1 લાખનું રિટર્ન મળ્યું 
એ વ્યક્તિનો વિશ્વાસ જીત્યા બાદ તેને રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. વળતર ન મળતાં વધુ રોકાણ કરવા જણાવ્યું હતું. અંતે આ રીતે તેની સાથે કુલ રૂ. 9.37 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.  થોડો સમય રાહ જોયા બાદ આખરે પીડિતાને સમજાયું કે તે ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બની છે. આ પછી તેણે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ