બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / temperature rise in 2 to 4 degree for upcoming 5 days, Thunder storms with gusty winds in 5 states

આગાહી / આવતીકાલથી 5 દિવસ ગરમી મચાવશે કેર, ચાર રાજ્યોમાં ઝડપી પવન સાથે ધૂળભરી આંધી, IMDનું મોટું એલર્ટ

Vaidehi

Last Updated: 07:40 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગની તરફથી જાહેર થયેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું કે મધ્યપ્રદેશ, ઓડિસા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં તેજ હવાની સાથે ધૂળની ડમરીઓ ઊડી શકે છે.

  • હવામાન વિભાગએ જાહેર કરી એડવાઈઝરી
  • દેશનાં કેટલાક રાજ્યોમાં પડશે ગરમી
  • તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો થઈ શકે છે વધારો

દેશનાં અનેક ભાગમાં આવનારાં દિવસોમાં તાપમાન વધવાનો અનુમાન છે. હવામાન વિભાગ અનુસાર આવનારાં પાંચ દિવસોમાં દેશનાં અલગ અલગ વિસ્તારોમાં ગરમી વધી શકે છે. હવામાન વિભાગનાં અધિકારીઓ અનુસાર આવનારાં દિવસોમાં તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.

4 રાજ્યોમાં વધશે ગરમી
ડિપાર્ટમેન્ટ અનુસાર આવનારાં દિવસોમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઓડિસામાં તેજ હવાઓની સાથે સાથે ધૂળની ડમરીઓ ઊડી શકે છે. આ મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગે ભવિષ્યવાળી કરી હતી કે દેશનાં અનેક વિસ્તારમાં એપ્રિલથી જૂનની વચ્ચે સામાન્યથી વધારે તાપમાન નોંધાયું છે. જો એવું થાય તો આ વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધશે.

પાવર સપ્લાયનો અભાવ પણ એક સમસ્યા
આ વર્ષે દેશનાં અનેક વિસ્તારોમાં ગરમી પહેલાની સરખામણીએ વધારે પડવાનો અનુમાન છે. જો એવું થાય છે તો આવનારાં દિવસોમાં વિવિધ વિસ્તારોમાં પાવર સપ્લાયનો અભાવ પણ મોટી સમસ્યા બની શકે છે. ગરમી વધવાને લીધે AC, પંખા, કૂલર અને ફ્રીજ જેવા ઉપકરણોનો ઉપયોગ વધશે.જેના કારણે વીજળીની માંગ વધશે. હવામાન વિભાગે વાતાવરણમાં થનારાં પલટાંને લઈને આગાહી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ