બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Tej Pratap Yadav's open warning to Dhirendra Shastri

મોટું નિવેદન / '...તો વિરોધ થશે', ધીરેન્દ્ર શાસ્ત્રીને તેજ પ્રતાપ યાદવની ખુલ્લી ચેતવણી, પટનામાં છે 5 દિવસીય ભવ્ય કથાનું આયોજન

Priyakant

Last Updated: 10:47 AM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhirendra Krishna Shastri News: પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 13 મેથી 17 મે સુધી પાંચ દિવસ બિહારમાં રહેશે, તેમની મુલાકાતને લઈ  તેજ પ્રતાપ યાદવની ખુલ્લી ચેતવણી

  • બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈ મોટા સમાચાર
  • ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 13 મેથી 17 મે સુધી પાંચ દિવસ બિહારમાં કાર્યક્રમ 
  • તેજ પ્રતાપે બાબાના આગમનને લઈને કડક વલણ અપનાવ્યું
  • ધીરેન્દ્ર શાસ્ત્રીને લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવની ખુલ્લી ચેતવણી

બાગેશ્વર ધામના આચાર્ય પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બિહારની રાજધાનીમાં કથાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 13 મેથી 17 મે સુધી પાંચ દિવસ બિહારમાં રહેશે. આ દરમિયાન તેમની મુલાકાતને લઈને વિવાદ શરૂ થયો છે. બિહારના પર્યાવરણ મંત્રી અને લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપે બાબાના આગમનને લઈને કડક વલણ અપનાવ્યું છે. 

લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે કહ્યું છે કે, બાગેશ્વર બાબા હિન્દુ-મુસ્લિમનો લડાવવા માટે આવી રહ્યા છે, તેથી હું તેમનો વિરોધ કરીશ, એરપોર્ટ પર તેમને ઘેરી લઈશ."હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અમે બધા ભાઈ છીએ, ભાઈચારાનો સંદેશ આપશે તો જ તેઓ બિહારમાં પ્રવેશી શકે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેજ પ્રતાપની ચેતવણી પર કોઈ નિવેદન આપ્યું નથી.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની કરી હતી વાત 
આ અગાઉ જાન્યુઆરી મહિનામાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી હતી. સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર તેમણે કહ્યું હતું કે, બોઝે એક સૂત્ર આપ્યું હતું, પરંતુ આજે અમે એક નવું સૂત્ર બનાવ્યું છે, "તુમ મેરા સાથ દો હમ હિન્દુ રાષ્ટ્ર બનાયેંગે". આ સાથે તેમણે કહ્યું હતું કે, અમે ભારતના લોકોને અપીલ કરીએ છીએ કે. બંગડીઓ પહેરીને ઘરે ન બેસો. હવે મારે બહાર આવીને કહેવું પડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો લોકો હજુ પણ બહાર નહીં આવે તો અમે તેમને કાયર ગણીશું. એમ પણ કહ્યું કે, જો તમે સનાતની હો તો મને સાથ આપો, ઘરની બહાર નીકળો. હું માત્ર સનાતન ધર્મને આગળ લઈ જવા માંગુ છું. હું કોઈ રાજકીય પક્ષમાં જોડાઈશ નહીં. 

શું કહ્યું હતું ધીરેન્દ્ર શાસ્ત્રીએ? 
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, ધર્મના વિરોધીઓને જવાબ આપવો પડશે. તેઓ અમને નિશાન બનાવી રહ્યા છે. પરંતુ ભારત હિંદુ રાષ્ટ્ર છે. કેટલાક લોકોની અંદર સનાતની લોહી નથી. આવા લોકો હિંદુ બનીને હિંદુઓ પર સવાલો ઉભા કરે છે. તેમણે કહ્યું કે, હિંદુ રાષ્ટ્રને લઈને એક ક્રાંતિ આવી રહી છે, બહુ જલ્દી આ ક્રાંતિથી સંસદમાં કંઈક થવાનું છે.

સાઈબાબા પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
મધ્યપ્રદેશના જબલપુર સ્થિત પનગરમાં શ્રીમદ ભાગવત કથા ચાલી રહી હતી. કથાનો છેલ્લો દિવસ હતો. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અહીં લોકોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન સાંઈ બાબાની પૂજા પદ્ધતિને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આના પર શાસ્ત્રીએ કહ્યું હતું કે, સાઈ બાબા સંત હોઈ શકે છે, ભગવાન નહીં. શિયાળનું ચામડું પહેરીને કોઈ સિંહ નથી બની શકતો. તેમના આ નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ તેમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદો થઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ