બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ટેક અને ઓટો / technology using laptop and smartphone for hours may affect your eyes do this to avoid this problem

જાણી લો / સ્માર્ટફોન અને લેપટોપનો વધુ પડતો ઉપયોગ ટાળી દેજો, નહીતર આંખો ગુમાવી દેશો, બચવા પાંચ વસ્તુની ટેવ પાડી દેજો

Dinesh

Last Updated: 11:55 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Eyes Problem: લેપટોપ અને સ્માર્ટફોનની મદદથી લોકો બિલ પેમેન્ટ, ટિકિટ બુકિંગ વગેરે સહિત અનેક મહત્વપૂર્ણ કાર્યો ઘરે બેઠા કરતા હોય છે

  • લેપટોપ અને સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક
  • વધુ પડતા ઉપયોગથી આંખોની ઘણી સમસ્યાઓ થઈ શકે છે
  • આંખોમાં દુખાવો, બળતરા, અને ઝાંખપ જેવી સમસ્યાઓ થઈ શકે છે


Eyes Problem for access using Laptops and Smartphone: લેપટોપ અને સ્માર્ટફોનની મદદથી લોકો બિલ પેમેન્ટ, ટિકિટ બુકિંગ વગેરે સહિત અનેક મહત્વપૂર્ણ કાર્યો ઘરે બેઠા કરતા હોય છેલેપટોપ અને સ્માર્ટફોનનો ઉપયોગ આજકાલ આપણા જીવનનો એક જરૂરિયાતવાળો ભાગ બની ગયો છે. ઓફિસ, શાળા, ઘર, દરેક જગ્યાએ આપણે લેપટોપ અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ છીએ. દરેક વ્યક્તિને લેપટોપની જરૂર પડે છે, પછી ભલે તે ઓનલાઈન ક્લાસ કરવા માંગતો હોય કે કોઈ કાર્ય કરવા માંગતો હોય. લેપટોપ અને સ્માર્ટફોનની મદદથી લોકો બિલ પેમેન્ટ, ટિકિટ બુકિંગ વગેરે સહિત અનેક મહત્વપૂર્ણ કાર્યો ઘરે બેઠા કરતા હોય છે. પરંતુ કલાકો સુધી લેપટોપ અને સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી આંખોને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. 

લેપટોપ-મોબાઇલ યુઝર્સ સાવધાન! વધારે પ્રમાણમાં વપરાશ આંખો માટે છે નુકસાનકારક,  જાણો નિષ્ણાંતનો મત | world sight day 2023 history significance can  smartphone laptop cause blindness

જો તમે કલાકો સુધી લેપટોપ અને સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તે તમારી આંખો માટે નુકસાન થઈ શકે છે. ફોન અને લેપટોપની સ્ક્રીન પર કલાકો સુધી જોવાથી આંખોને આરામ મળતો નથી. જેના કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો તમને તેમના વિશે જણાવીએ. 

વાંચવા જેવું: ભૂલથી પણ આ નંબર ડાયલ ન કરતા, નહીં તો છેતરાઇ જશો, દૂરસંચાર વિભાગે કર્યા એલર્ટ

1. આંખોમાં દુખાવોઃ
લેપટોપની સ્ક્રીનમાંથી નીકળતો પ્રકાશ આંખો માટે નુકસાનકારક છે. જેનાથી તમારી આંખોમાં દુખાવો, બળતરા, અને ઝાંખપ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

2. આંખોમાં થાક
લેપટોપની સ્ક્રીન પર સતત જોવાના કારણે આંખના સ્નાયુઓ થાકી જાય છે. જેનાથી આંખનો થાક, માથાનો દુખાવો અને ચક્કર આવી શકે છે.

3. આંખોની નબળાઈ
સતત કલાકો સુધી લેપટોપ સ્ક્રીન પર જોવાથી આંખના સ્નાયુઓ પર દબાણ આવે છે. જેનાથી દૂર અને નજીકની દ્રષ્ટિ અને મોતિયાની સમસ્યા થઈ શકે છે.

જો તમે તમારા અભ્યાસ અથવા ઓફિસના કામ માટે લાંબા સમય સુધી લેપટોપનો ઉપયોગ કરો છો અથવા તમારા સ્માર્ટફોન પર ગેમ રમવાનો કે મૂવી જોવાના શોખીન છો, તો તમારે આવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમે આંખની સમસ્યાઓથી બચી શકો છો, ચાલો અમે તમને તેના વિશે જણાવીએ. 

1. કલાકો સુધી લેપટોપનો ઉપયોગ કરવાનું ટાળો
સૌથી પહેલા તો કલાકો સુધી લેપટોપ કે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું ટાળો, બને તેટલો ઓછો ઉપયોગ કરો. જ્યારે જરૂરી હોય ત્યારે જ ડિવાઈસનો ઉપયોગ કરો. 

2. સ્ક્રીનથી અંતર રાખો
લેપટોપ અને સ્માર્ટફોનની સ્ક્રીનને તમારી આંખોથી 20 થી 26 ઇંચના અંતરે રાખવાનો પ્રયાસ કરો.

3. બ્રાઈટનેસ ઓછી રાખવી
લેપટોપ અને મોબાઈલ ફોનની સ્ક્રીનની બ્રાઈટનેસ ઓછી રાખો, જેનાથી તમારી આંખો પર પ્રકાશ ઓછો આવશે

4. વિરામ લેવો
લેપટોપનો ઉપયોગ કરતી વખતે દર 20 મિનિટે 20 સેકન્ડનો વિરામ લો. આ દરમિયાન તમારી આંખો બંધ કરો અથવા દૂરની વસ્તુઓને જુઓ, જેનાથી આંખોને આરામ મળશે. 

5. ચશ્માનો ઉપયોગ કરવો
લેપટોપનો ઉપયોગ કરતી વખતે ચશ્મા પહેરવા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ