એશિયા કપ 2023 ના ફાઇનલમાં શ્રીલંકા વિરુદ્ધ 6 વિકેટ પોતાના નામે કરનાર મોહમ્મદ સિરાજ ICC રેન્કિંગનો નંબર 1 બોલર બની ગયો છે. તેણે નવમા સ્થાનેથી પ્રથમ સ્થાને હનુમાન કુદકો લગાવ્યો છે.
ICC ODI રેન્કિંગમાં નંબર 1 બોલર બની ગયો મોહમ્મદ સિરાજ
નવમા સ્થાનેથી પ્રથમ સ્થાન સુધીનો હનુમાન કુદકો
શ્રીલંકા વિરુદ્ધ મેચમાં ઝડપી હતી 6 વિકેટ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ સિરાજ આઇસીસી રેન્કિંગમાં નંબર વન બોલર બન્યા છે. તેમણે સીધા નવમા સ્થાનેથી પ્રથમ સ્થાન હાંસલ કરી ઇતિહાસ રચી દીધો છે. મહત્વનું છે કે એશિયા કપ 2023 ની ફાઇનલમાં સ્ટાર બોલર મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામે રીતસરનો તરખાટ મચાવી છ વિકેટ પોતાને નામ કરી હતી.
ICC poster for the new No.1 Ranked ODI bowler - Mohammad Siraj.
મિયાં મૈજિક તરીકે ઓળખાતા મોહમ્મદ સિરાજે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવુડને પણ પછાડી મહત્વનું સ્થાન હાંસલ કરી લીધું છે. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ ત્રીજા નંબરે છે. વર્લ્ડ કપની શરૂઆત પહેલા સિરાજની આ ઐતિહાસિક સિદ્ધિ ગણી શકાય છે. મોહમ્મદ સિરાજના 694 પોઈન્ટ છે અને આ સ્ટાર બોલરે પહેલીવાર ODI રેન્કિંગમાં યશસ્વી સ્થાન હાંસલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે નંબર વન વન ડે બેસ્ટમેન તરીકે બાબર આઝમ અને નંબર વન વન ડે ઓલરાઉન્ડર તરીકે શાકીબ અલ હસન છે.
No 1 Test team - India
No 1 T20 team - India
No 2 ODI team - India
No 1 T20 batter - Surya
No 1 ODI bowler - Siraj
No 1 Test bowler - Ashwin
No 1 Test all rounder - Jadeja
No 2 Test all rounder - Ashwin
No 3 Test bowler - Jadeja
No 2 ODI batter - Gill
No 2 T20 all rounder -… pic.twitter.com/1RqaI6G3nd
સિરાજનું બાળપણ સંઘર્ષથી ભરેલું
મોહમ્મદ સિરાજ આજે ભલે કરોડોની સંપત્તિનો માલિક હોય પરંતુ બાળપણથી જ એવું નહોતું. સિરાજનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. તેના પિતા ઓટો રિક્ષા ચાલક હતા અને માતા ઘરનું કામ કરતી હતી. સિરાજને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો અને તે ક્રિકેટ એકેડમીમાં તેના મામા સાથે રમતો હતો. એક દિવસ તેણે 9 વિકેટ લીધી હતી જેના પછી બધાને આ રમતમાં તેમનું ભવિષ્ય જોવા લાગ્યો હતો.
સિરાજના પિતા પાસે ઓછા સંસાધનો હોવા છતાં પણ તેમણે તેમના પુત્રનું સ્વપ્ન પૂરું કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. તેણે સિરાજને એક સારી ક્રિકેટ એકેડમીમાં દાખલ કરાવ્યો જે તેના ઘરથી દૂર હતી. આ માટે સિરાજ બાઇક પર જતો હતો. આ સ્ટાર બોલરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના પિતા તેને દરરોજ 70 રૂપિયા આપતા હતા, જેમાંથી 60 રૂપિયા પેટ્રોલ પાછળ ખર્ચતા હતા અને બાકીના 10 રૂપિયામાં tએ બહાર ભોજન કરતો હતો. આવી સ્થિતિમાં, જ્યારે પણ ટાયર પંચર થાય છે, ત્યારે તેણે તેના મિત્રો પાસેથી પૈસા ઉછીના લેવા પડતા હતા.