બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Team India will get a new head coach and chief selector together, the announcement can be made on this day

સ્પોર્ટ્સ / ટીમ ઇન્ડિયાને એકસાથે મળશે ન્યુ હેડ કોચ અને ચીફ સિલેક્ટર, આ દિવસે થઇ શકે છે એલાન

Megha

Last Updated: 08:56 AM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને મુખ્ય પસંદગીકારના નામની એક સાથે જાહેરાત કરવામાં આવી શકે છે. હાલમાં આ અંગે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઈન્ટરવ્યુનો રાઉન્ડ ચાલી રહ્યો છે.

  • ટીમ ઈન્ડિયાની મેન્સ ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે
  • જુલાઇમાં જ મહિલા ક્રિકેટ ટીમને બાંગ્લાદેશ જવાનું છે
  • ટીમના મુખ્ય અને મુખ્ય પસંદગીકારના નામની એક સાથે જાહેરાત થશે 

ટીમ ઈન્ડિયાની મેન્સ ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે અને મહિલા ક્રિકેટ ટીમને બાંગ્લાદેશ જવાનું છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે જે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ અને મુખ્ય સિલેક્ટર્સ સાથે જોડાયેલા છે. એવા સમાચાર છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકારના નામની એક સાથે જાહેરાત કરવામાં આવી શકે છે. હાલમાં આ અંગે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઈન્ટરવ્યુનો રાઉન્ડ ચાલી રહ્યો છે.

આજે જ અંતિમ નામની જાહેરાત થઈ શકે 
વાત એમ છે કે BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિ ભારતીય ક્રિકેટ સાથે સંબંધિત આ બંને મહત્વપૂર્ણ પદો માટે ઈન્ટરવ્યુ લઈ રહી છે. 3 જુલાઈના રોજ થયેલ  ઈન્ટરવ્યુમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યો ન હતો. આવી સ્થિતિમાં ઈન્ટરવ્યુ રાઉન્ડ 4 જુલાઈએ પણ ચાલુ રહેશે. ઈન્ટરવ્યુ બાદ CAC 4 જુલાઈએ એટલે કે આજે જ અંતિમ નામની જાહેરાત કરવાનો પ્રયાસ કરશે. પરંતુ જો આમ નહીં થાય તો આગામી બે દિવસમાં તેને ફાઇનલ કરવામાં આવશે. 

મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ માટે ત્રણ નામોને શોર્ટલિસ્ટ કર્યા
BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ માટે ત્રણ નામોને શોર્ટલિસ્ટ કર્યા છે. તેમાંથી ભૂતપૂર્વ કોચ તુષાર અરોથે છે, જેઓ મહિલા ટીમને 2017 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં લઈ ગયા હતા. બીજું નામ અમોલ મજુમદાર છે જેઓ મુંબઈના ભૂતપૂર્વ કોચ હોવા ઉપરાંત સ્થાનિક ક્રિકેટમાં પણ અનુભવી બેટ્સમેન રહ્યા છે અને ત્રીજું  શોર્ટલિસ્ટ નામ ઈંગ્લેન્ડના જોન લુઈસનું છે. CACની 3-સભ્ય સમિતિ જેમાં સુલક્ષણા નાઈક, અશોક મલ્હોત્રા અને જતિન પરાનીપે છે એમને આ તમામના ઈન્ટરવ્યુ લીધા હતા. સૂત્રોનું માનીએ તો અમોલ મજમુદાર મહિલા ટીમના મુખ્ય કોચ બનવાની રેસમાં આગળ છે. મજમુદારનો ઈન્ટરવ્યુ ઓફલાઈન લેવામાં આવ્યો હતો, જ્યારે બાકીના બે ઈન્ટરવ્યુ ઓનલાઈન લેવામાં આવ્યા હતા.

બંને નામની જાહેરાત એક સાથે કરવામાં આવશે
આ અહેવાલ મુજબ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકારના નામની જાહેરાત એક સાથે કરવામાં આવશે. જણાવી દઈએ કે ચેતન શર્માને હટાવ્યા બાદ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમમાં મુખ્ય પસંદગીકારનું પદ ખાલી છે. પુરૂષ ટીમના મુખ્ય પસંદગીકાર બનવા માટે એક સાથે ઈન્ટરવ્યુ પણ યોજાઈ રહ્યા છે. આ રેસમાં અજીત અગરકર આગળ છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલ તેઓ દેશની બહાર છે, આવી સ્થિતિમાં તેમનો ઈન્ટરવ્યુ ઓનલાઈન થઈ શકે છે.

જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ બાંગ્લાદેશ પ્રવાસ પર જશે કે નહીં. પણ જો અમોલ મઝુમદાર કોચ બને તો તેના આ પ્રવાસ પર જવાની પૂરી સંભાવના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ