બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Team India Hardik Pandya West Indies tour return player indvswi series mohit sharma

ક્રિકેટ / 8 વર્ષે ટીમ ઇન્ડિયામાં આ ખેલાડીની થશે રિએન્ટ્રી, જેને IPL 2023માં મચાવી હતી ધમાલ

Pravin Joshi

Last Updated: 02:19 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે શરમજનક હારનો સામનો કરનાર ટીમ ઈન્ડિયા હવે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ સાથે એક નવા યુગની શરૂઆત કરશે. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં એવા ખેલાડીની વાપસી થઈ શકે છે જે છેલ્લા 8 વર્ષથી ટીમની બહાર છે.

  • ટીમ ઈન્ડિયા હવે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી નવા યુગની શરૂઆત કરશે
  • ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટ, 3 ODI અને 5 T-20 મેચ રમશે
  • આ પ્રવાસમાં કેટલાક યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે શરમજનક હારનો સામનો કરનાર ટીમ ઈન્ડિયા હવે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ સાથે એક નવા યુગની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાએ આ પ્રવાસમાં પ્રથમ બે ટેસ્ટ, ત્યારબાદ 3 વનડે અને પછી 5 ટી20 મેચ રમવાની છે. દરેક શ્રેણીનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. સિનિયર ખેલાડીઓની સતત નિષ્ફળતા બાદ આ પ્રવાસમાં કેટલાક યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જ્યારે ટી20 ટીમમાં આવા ખેલાડીની વાપસી પણ નિશ્ચિત છે, જે ઘણા વર્ષોથી બહાર રાહ જોઈ રહ્યા હતા.

સ્પીડ અને યોર્કર્સ માટે જાણીતા આ બોલરને નથી મળી રહ્યું ટીમ ઈન્ડિયામાં  સ્થાન,સિલેક્ટર્સથી લઈને લોકો પણ ભૂલી ગયા | This bowler, known for his speed  and yorkers ...

આ ખેલાડી 8 વર્ષ બાદ વાપસી કરશે

મોહિત શર્મા વિશે વાત કરવામાં આવી રહી છે. એ જ મોહિત શર્મા જે વર્ષો પહેલા ટીમ ઈન્ડિયાનો મહત્વનો હિસ્સો હતો, પરંતુ પછી એ રીતે ગાયબ થઈ ગયો કે નવા ક્રિકેટ ચાહકો તેમને ઓળખતા પણ ન હોય. પરંતુ મોહિતે આઈપીએલ 2023માં આવી વાપસી કરી હતી, હવે પૂરા 8 વર્ષ બાદ આ ખેલાડીની ટીમ ઈન્ડિયામાં વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. તેણે તેની છેલ્લી ટી20 મેચ ઓક્ટોબર 2015માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તે પછી મોહિતને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો અને તેની કારકિર્દીના 8 વર્ષથી વધુ સમય બરબાદ થઈ ગયો.

Tag | VTV Gujarati

IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યું

આઈપીએલ 2023 મોહિત માટે સપનાની જેમ પસાર થઈ ગયું. આ બોલરને ગુજરાત ટાઇટન્સની ટીમે માત્ર 50 લાખની બેઝ પ્રાઈઝમાં સામેલ કર્યો હતો. કોઈને અંદાજ ન હતો કે મોહિત આઈપીએલ 2023માં 27 વિકેટ ઝડપી લેશે. તે પર્પલ કેપની યાદીમાં પોતાના જ સાથી ખેલાડી મોહમ્મદ શમીથી માત્ર એક વિકેટ પાછળ હતો. મોહિતે શમી કરતા થોડી મેચ ઓછી રમી હતી. હાર્દિકની કપ્તાનીમાં મોહિતની કારકિર્દીને નવું જીવન મળ્યું અને હવે મોહિત 8 વર્ષ બાદ હાર્દિકની કેપ્ટન્સીમાં ભારતની T20 ટીમમાં વાપસી કરી શકે છે. આવતા વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપ પહેલા પસંદગીકારો પણ હાર્દિકની કેપ્ટનશીપમાં સારી ટીમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટીમ ઈન્ડિયા માટે પણ શાનદાર કારકિર્દી

ટીમ ઈન્ડિયા માટે મોહિતના પ્રદર્શનની વાત કરીએ તો તેને આઠ T20 ઈન્ટરનેશનલ મેચ રમવાની તક મળી છે. જેમાં તેણે છ વિકેટ ઝડપી છે. આ સાથે જ તેની પાસે 26 વનડેમાં 31 વિકેટ છે.

રોહિત સેના' હવે આ દેશ સાથે ટકરાશે, 10 મેચ રમશે, 2 અમેરિકામાં, BCCIએ  શિડ્યુઅલ જાહેર કર્યું I BCCI Announces Schedule For Team India's Tour Of West  Indies

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝનું શેડ્યૂલ

  • ઓગસ્ટ 3: પહેલી T20 ઇન્ટરનેશનલ, બ્રાયન લારા ક્રિકેટ એકેડમી, ત્રિનિદાદ
  • ઓગસ્ટ 6: બીજી T20 ઇન્ટરનેશનલ, નેશનલ સ્ટેડિયમ, ગયાના
  • ઓગસ્ટ 8: ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય, ગયાના નેશનલ સ્ટેડિયમ
  • ઓગસ્ટ 12: ચોથી T20 ઇન્ટરનેશનલ, બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમ, લૉડરહિલ, ફ્લોરિડા
  • ઓગસ્ટ 13: 5મી T20 ઇન્ટરનેશનલ, બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમ, લૉડરહિલ, ફ્લોરિડા

(તમામ મેચો ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી શરૂ થશે)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ