વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) માટે રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે
WTC માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ
અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ
જસપ્રીત બુમરાહને ટીમમાં સ્થાન મળ્યું નથી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે અને અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. આ સાથે જ સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયામાંથી રજા આપવામાં આવી છે આ સાથે જ જસપ્રીત બુમરાહને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.
🚨 NEWS 🚨#TeamIndia squad for ICC World Test Championship 2023 Final announced.
રહાણેને કેમ મળ્યો મોકો
જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાએ ટેસ્ટમાં અજમાવ્યો હતો અને એ સામે શ્રેયસ ઐયર હાલ ઘાયલ છે એવામાં રહાણેનું આ IPLમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. નોંધનીય છે કે 34 વર્ષીય અજિંક્ય રહાણેએ ચેન્નાઈના પ્રદર્શનમાં શાનદાર ભૂમિકા ભજવી છે.
અજિંક્ય રહાણેએ અત્યાર સુધી આ IPLમાં પાંચ મેચમાં 199.04ના સ્ટ્રાઈક રેટથી 209 રન બનાવ્યા છે અને આ સિઝનમાં કોઈપણ બેટ્સમેનનો આ સૌથી વધુ સ્ટ્રાઈક રેટ છે. KKR સામેની મેચમાં રહાણેએ જે પ્રકારની બેટિંગ કરી તે ખરેખર ચોંકાવનારી હતી. રહાણેએ તે મેચમાં 29 બોલમાં 71 રનની ઈનિંગ દરમિયાન એવા શોટ્સ બનાવ્યા જેણે એબી ડી વિલિયર્સની યાદ અપાવી. મુંબઈ સામેની મેચમાં પણ રહાણેએ 27 બોલમાં 61 રન બનાવ્યા હતા.