બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / teachers day 2023 date history and importance why is teachers day celebrated only on 05 september

જાણવા જેવું / Teachers Day 2023: 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન: શું છે તેનો ઇતિહાસ અને મહત્વ, જાણો વિગત

Manisha Jogi

Last Updated: 09:01 AM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શિક્ષક દિવસ છે. ભારતમાં દર વર્ષે આજના દિવસે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઊજવવામાં આવે છે. દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, દાર્શનિક અને ભારતરત્નથી સમ્માનિત ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આ દિવસ ઊજવવામાં આવે છે.

  • જીવનમાં ગુરુનું ખાસ મહત્ત્વ છે
  • 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઊજવવામાં આવે છે
  • ડૉ. રાધાકૃષ્ણનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં શિક્ષક દિવસની ઊજવણી

આજે શિક્ષક દિવસ છે. ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. જીવનમાં ગુરુનું ખાસ મહત્ત્વ છે. ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઊજવવામાં આવે છે. દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, દાર્શનિક અને ભારતરત્નથી સમ્માનિત ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આ દિવસ ઊજવવામાં આવે છે. તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ થયો હતો. 

શિક્ષક દિવસ પર દેશમાં શિક્ષકોના અદ્વિકીય યોગદાનને પ્રોત્સાહિત અને તમામ શિક્ષકોને સમ્માનિત કરવામાં આવે છે. જેમણે પોતાની પ્રતિબદ્ધતા અને સમર્પણની મદદથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો છે અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપ્યું છે. 

પહેલી વાર શિક્ષક દિવસ ક્યારે ઊજવવામાં આવ્યો હતો?
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ થયો હતો, તેમણે વર્ષ 1962માં ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળ્યું હતું, જેથી તેના વિદ્યાર્થીઓએ 5 સપ્ટેમ્બરને વિશેષ દિવસ તરીકે ઊજવવાની મંજૂરી માંગી હતી. જેના બદલે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણને શિક્ષકોના અમૂલ્ય યોગદાનને સ્વીકારવા માટે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ ઊજવવાની રજૂઆત કરી હતી. ડૉ.રાધાકૃષ્ણને એકવાર જણાવ્યું હતું કે, ‘શિક્ષક સર્વશ્રેષ્ઠ દિમાગ ધરાવતો હોવો જોઈએ.’ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને વર્ષ 1954માં ભારતરત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 

શિક્ષક દિવસનું મહત્ત્વ
સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાનોમાં 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઊજવવામાં આવે છે. વિદ્યાર્થીઓ પ્રિય શિક્ષક પ્રત્યે પ્રશંસા વ્યક્ત કરવા માટે પ્રદર્શન, નૃત્ય તથા અન્ય એક્ટિવિટી કરે છે. વિદ્યાર્થીઓ આ પ્રકારની એક્ટિવિટી કરીને શિક્ષક પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. 

5 સપ્ટેમ્બર 2023ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં 75 પુરસ્કાર વિજેતાઓને ‘રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023’થી સમ્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ શિક્ષકોને પુરસ્કૃત કરશે. જેમાં શાળાના 50 શિક્ષક, ઉચ્ચ શિક્ષાના 13 શિક્ષક અને કૌશલ વિકાસ તથા ઉદ્યમિતા મંત્રાલયના 12 શિક્ષક શામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ