બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / tea biscuit combination is dangerous for health

તમારા કામનું / શું તમે પણ ચા સાથે બિસ્કિટ ખાઓ છો? આજે જ કરી દેજો બંધ, ડોકટરોએ આપ્યું આવું મોટું કારણ

Vaidehi

Last Updated: 07:54 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ ચા સાથે બિસ્કિટ ખાવાનું પસંદ કરો છો તો ચેતી જજો કારણ કે ડોક્ટર્સ આ કોમ્બિનેશનને તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક જણાવે છે.

  • ચા-બિસ્કિટનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે હાનિકારક
  • ચહેરા પર કરચલીઓથી લઈ દાંતની આવી શકે છે સમસ્યા
  • આ કોમ્બિનેશનથી શરીરમાં અનહેલ્ધી ફેટ વધે છે

આપણાં ઘરમાં અથવા આસપાસમાં તમે એવા અઢળક લોકો જોયા હશે જે ચા અને બિસ્કિટ એકસાથે ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો માને છે કે ખાલી પેટ ચા પીવા કરતાં બિસ્કિટ સાથે ખાઈ લેવાથી એસિડિટી થતી નથી. તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ કોમ્બિનેશન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

જાણો હેલ્થ એક્સપર્ટસ્ શું કહે છે?
હેલ્થ એક્સપર્ટસ્ અનુસાર ચા-બિસ્કિટ ક્યારેય એકસાથે ન ખાવા જોઈએ કારણકે બિસ્કિટ બનાવવા માટે રિફાઈંડ ફ્લોર અને હાઈડ્રોજન ફેટ્સ યૂઝ કરવામાં આવે છે. જેના કારણે વજન વધવા લાગે છે. 

ચહેરા પર કરચલીઓ
આજે યુવાનોને પણ એવી બીમારી અને તકલીફોનો સામનો કરવો પડે છે જે મોટાભાગે 50 ની ઉંમર પછી લોકોને થતી હોય છે. નાની ઉંમરે ચહેરા પર કરચલીઓ આવવા પાછળ ખરાબ લાઈફસ્ટાઈલની સાથે-સાથે ચા-બિસ્કિટનું કોમ્બિનેશન પણ હોય છે. બિસ્કિટમાં રિફાઈંડ શુગરમાં કોઈપણ પ્રકારનું પૌષ્ટિક તત્વ હોતું નથી જેના કારણે સ્કીન પર કરચલીઓ આવવા લાગે છે. આપણને હંમેશા હેલ્ધી ફેટ ખાવું જોઈએ જેના લીધે તમારા શરીરને કોઈ પ્રકારનું નુક્સાન ન પહોંચે.

વજન વધવાનું કારણ
બિસ્કિટમાં હાઈ કેલેરી અને હાઈડ્રોજનીકૃત ફેટ હોય છે. એક પ્લેઈન બિસ્કિટમાં આશરે 40% કેલેરી હોય છે. તો ક્રીમ્સ કે બેક્ડ બિસ્કિટમાં 100-150 કેલેરી હોય છે. આવા બિસ્કિટનાં સેવનથી વજન વધે છે.

દાંત પર ખરાબ અસર
ચા-બિસ્કિટનાં ખરાબ કોમ્બિનેશનને લીધે તમારા દાંત પર ખરાબ અસર પડી શકે છે. ચા-બિસ્કિટમાં સુક્રોઝ દાંત ખરાબ કરવાનું કામ કરે છે. વધુ માત્રામાં આ કોમ્બિનેશન ખાવાથી દાંત પડી જવા, તૂટવા, દાંતમાં હોલ થવો વગેરે બીમારીઓ આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ