બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / tcs smoke hookah bar police raids ahmedabad

દરોડા / 2 મહિલાઓ સહિત હુક્કાની મોજ માણતા 20 ઝડપાયા : અમદાવાદમાં ગુજરાત કોલેજ નજીક TCS હુક્કાબારમાં રેડ

Hiren

Last Updated: 05:54 PM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ફરી વખત હુક્કાબાર ઝડપાયું છે. શહેરના પોશ વિસ્તાર સિંધુ ભવન પર ચાલતા હુક્કાબાર પર દરોડા બાદ હવે ગુજરાત કોલેજ નજીક ઓલ્ડ TCS લોન્જના નામે ચાલતું હુક્કાબાર ઝડપાયું છે.

  • અમદાવાદમાં વધુ એક ઝડપાયુ હુક્કાબાર 
  • એલીસબ્રીજમાંથી ઝડપાયુ ગેરકાયદે હુક્કાબાર 
  • હર્બલ ફ્લેવર સહીતનો મુદ્દામાલ જપ્ત કરાયો 

અમદાવાદમાં વધુ એક હુક્કાબાર ઝડપાયું છે. શહેરના એલિસબ્રીજ નજીક ઓલ્ડ TCS લોન્જના નામે ગેરકાયદે ચાલતું હુક્કાબાર ઝડપાયું છે. અમદાવાદમાં ગુજરાત કોલેજ નજીક આવેલો TCS હુક્કાબાર ખૂબ પ્રખ્યાત છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 2 મહિલાઓ સહિત કેટલાક લોકોને હુક્કો પીતા ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા કુલ 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી. તો દરોડા પાડીને હર્બલ ફ્લેવર, હુક્કાના સેમ્પલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.  હાલ સમગ્ર મામલે પૂછપરછ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી બાતમી

સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળેલી કે અમદાવાદ શહેરના ગુજરાત કોલેજ રોડ પર આવેલ ઓલ્ડ ટીસીએસ લોન્જ એન્ડ રેસ્ટોરન્ટના નામથી હુક્કાબાર ચલાવે છે જેમાં ગેરકાયદેસર રીતે હર્બલ ફ્લેવરની અંદર નિકોટીન યુક્ત ફ્લેવર એડ કરી હુક્કાબારનો ધંધો ચાલે છે અને ઘણા ગ્રાહકો હુક્કાબારમાં બેસી હક્કો પીવે છે. આ માહિતીના આધારે તા.16/09/2022ના રોજ રેડ કરતાં સ્થળ પરથી હુક્કાબારના માલિક પથિક ભુપેન્દ્રભાઈ જા, મેનેજર કેયુર ધર્મેન્દ્રભાઈ ગાંધી અને હુક્કાબારમાં હુક્કા સર્વિસ માટે રાખવામાં આવેલા કુલ 12 મજુરો તેમજ કુલ 09 ટેબલો પર પડેલા 13 હુક્કાઓમાં હુક્કો પીવા બેઠેલી 2 મહિલાઓ સહિત કુલ 20 વ્યક્તિઓ હાજર મળી આવ્યા હતાં.

મળતી માહિતી અનુસાર, હુક્કાબારમાંથી 13 નંગ હુક્કા, જુદા-જુદા ફ્લેવર બોક્સ, ફ્લેવરની બનાવેલ ચલમ ઝપ્ત કરવામાં આવી છે. ત્યારે હવે આ ચર્ચા બાદ વિજિલન્સની ટીમે TCSનાં CCTV અને DCR પણ કબજે કર્યા છે. હાલ એલીસબ્રીજ પો.સ્ટે.માં જાણવાજોગ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે,  આ જ હુક્કાબાર પર દરરોજ રાત્રે કેટલાક પોલીસકર્મીઓ ભેગા થતા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ