બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / taxpayers will be able to update itr only once in an assessment year

તમારા કામનું / ખાસ વાંચી લો! ટૅક્સ પેયર્સ માટે ખૂબ અગત્યની વાત, સૌથી મોટા પ્રશ્ન અંગેનું આવકવેરા વિભાગે દૂર કર્યું કન્ફ્યૂઝન

Arohi

Last Updated: 12:20 PM, 10 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના (CBDD) ચેરમેન જે બી મહાપાત્રે આઈટીઆર અપડેટ કરવા પર કનફ્યુઝન દૂર કર્યું છે.

  • ITRમાં કેટલી વખત કરી શકાય અપડેટ 
  • અપડેટને લઈને આવકવેરા વિભાગે આપી માહિતી 
  • તમારૂ કન્ફ્યુઝન થશે દૂર

કોઈ ટેક્સ પેયર્સને એક આકાર્ણી વર્ષમાં ફક્ત એક વખત પોતાના આવક રિટર્નને અપડેટ કરવાની પરવાનગી હશે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના ચેરમેન જે બી મહાપાત્રાએ બુધવારે આ જાણકારી આપી છે. ભારતીય ઉદ્યોગ પરિસંઘ દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા મહાપાત્રે કહ્યું કે આ જોગવાઈનો હેતુ એ લોકોને રિટર્ન આપવાનો અવસર આપશે જે કોઈ કારણે તેને ફાઈલ નથી કરી શક્યા. 

અપડેટ કરવા માટે આ માહિતી જરૂરી 
મહાપાત્રાએ કહ્યું, "આવા કરદાતા એક આકારણી વર્ષમાં ફક્ત એક વખત અપડેટ કરેલુ રિટર્ન દાખલ કરી શકે છે." બજેટ 2022-23માં આવા ટેક્સપેયર્સને આઈટીઆર દાખલ કરવાના બે વર્ષની અંદર તેને અપડેટ કરવાની પરવાનગી આપવામાં આવી છે જેમાં રિટર્નમાં અમુક ભુલો હોય કે કોઈ વસ્તુ ભરવાની રહી ગઈ હોય. ટેક્સપેયર્સ ટેક્સની ચુકવણી કરી આઈટીઆરને અપડેટ કરી શકે છે. 

જો વધુ આઈટીઆર 12 મહિનાની અંદર દાખલ કરવામાં આવે તો બાકી કર અને વ્યાજ પર 25 ટકા વધુની ચુકવણી કરવાની રહેશે. જો તેને 12 મહિના બાદ દાખલ કરવામાં આવે છે તો ચુકવણી વધારીને 50 ટકા થઈ જશે. પરંતુ તેને સંબંધિત આકાર્ણી વર્ષના 24 મહિનાની અંદર જ તેને દાખલ કરવાનું રહેશે. જોકે આ આકાર્ણી વર્ષ માટે જો નોટિસ જાહેર કરી અભિયોજનાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો કરદાતાઓને આ સુવિધાનો લાભ નહીં મળે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ