બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Tathya Patel can't escape now, no excuses will work: This special report came from UK, police found evidence

ખુલાસો / હવે તથ્ય પટેલ બચી નહીં શકે, નહીં ચાલે કોઈ બહાના: UKથી આવી ગયો આ ખાસ રિપોર્ટ, પોલીસને મળ્યા પૂરાવા

Vishal Khamar

Last Updated: 06:43 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલની પોલ ખુલી છે. ત્યારે જેગુઆર કંપનીએ UK થી લાઈટિંગ ઈફેક્ટ અંગે રિપોર્ટ મોકલ્યો છે. રિપોર્ટમાં જેગુઆર કંપનીએ જણાવ્યું છે કે 300 મીટર સુધી લાઈટ હોવાનો ખુલાસો કર્યો હતો.

  • અમદાવાદમાં અકસ્માતમાં 9 જીવનો ભોગ લેનારા તથ્ય પટેલની પોલ ખુલી
  • જેગુઆર કંપનીએ રિપોર્ટમાં 300 મીટર સુધી લાઇટ હોવાનો ખુલાસો કર્યો
  • જેગુઆર કંપનીએ ગાડીમાં કોઈ ખામી નહીં હોવાનો રિપોર્ટમાં ખુલાસો કર્યો

 ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે જેગુઆર કંપનીએ UK થી લાઈટિંગ ઈફેક્ટ અંગે રિપોર્ટ મોકલ્યો છે. રોડ પર પૂરતી લાઈટ ન હોવાનું તથ્ય પટેલે બહાનું કાઢ્યું હતું. ત્યારે આરોપી તથ્ય પટેલે પોલીસને આપેલા નિવેદનમાં ખોટું બોલ્યો હતો. જેગુઆર કંપનીએ રિપોર્ટમાં 300 મીટર સુધી લાઈટ હોવાનો ખુલાસો કર્યો હતો. તેમજ જગુઆર કંપનીએ ગાડીમાં કોઈ ખામી નહી હોવાનો પણ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે. 

તથ્ય પટેલે અનેક વખત નિયમો તોડ્યા છે
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. આરોપી તથ્ય પટેલ પહેલાથી જ કારને સ્પીડમાં ચલાવતો હતો. છેલ્લા એક મહિનામાં તથ્યએ 25 વખત સ્પીડ લિમિટનાં નિયમ તોડ્યા હતાં. પરંતુ નવાઈની વાત તો એ છે કે 25 વખત નિયમ તોડ્યા છતાં એક પણ વખત તેના નામે ચલાન કપાયું નહોતું. હાઈવે પર સ્પીડ ટ્રેકર લાગ્યાં હોવા છતાં તથ્ય જેવા નબીરાઓ કાયદાનું ઉલ્લંઘન કરતાં રહે છે જેમાં બદનસીબે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે.
સિગ્નલ તોડવાનો એક્સપર્ટ હતો તથ્ય
માહિતી અનુસાર તથ્યએ છેલ્લાં એક મહિનામાં 5 વખત રેડલાઈટ સિગ્નલ તોડ્યું હતું. સિગ્નલ તોડ્યું હોય કે ઓવર સ્પીડીંગ- તથ્યના નામે એકપણ વખત મેમો કપાયો નથી. તથ્યએ એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ અને એસ.પી રીંગ રોડ પર સ્પીડમાં કાર ચલાવતો હતો અને અંતે તેણે ઈસ્કોન બ્રિજ પર 9 લોકોનો જીવ એક જ સેકન્ડમાં લઈ લીધો.
કારની લાઇટનો પ્રકાશ પૂરતો હોવાનું આવ્યું સામે
પોલીસે તથ્ય વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા છે. તથ્ય વિરુદ્ધ પોલીસે એકત્ર કરેલ પુરાવાઓમાં સૌથી મોટો પુરાવો કારની સ્પીડ છે. FSLના રિપોર્ટમાં અકસ્માત સમયે કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રોડ પર પૂરતું વિઝિબ્લિટી વિઝન હોવાનું અને કારની લાઇટનો પ્રકાશ પૂરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. 

બુધવારે રાત્રે શું બની હતી ઘટના? 
બુધવારે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી, જ્યારે યુવકના પિતાને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. સાથે જ યુવક સાથે કારમાં સવાર અન્ય યુવક-યુવતીઓની પણ પોલીસે અટકાયત કરવામાં આવી હતી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ