બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / બિઝનેસ / Tata Motors creates history, Sanand's manufacturing unit has made 1 million cars so far

ગર્વ / ટાટા મોટર્સનો કમાલ: ગુજરાતની મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બનાવી રેકોર્ડબ્રેક આટલી કાર, રચ્યો નવો કીર્તિમાન

Vishal Dave

Last Updated: 11:42 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટાએ 2010માં સાણંદ પ્લાન્ટની સ્થાપના કરી હતી. આ ટાટા દ્વારા સ્થપાયેલા નવા પ્લાન્ટ્સમાંનું એક છે, જે 1100 એકરમાં ફેલાયેલું છે. આ પ્લાન્ટમાં 6000 થી વધુ લોકો કામ કરે છે

ટાટા મોટર્સે એક નવો સીમાચિહ્ન સ્પર્શ કર્યો છે. ગુજરાતમાં ટાટા મોટર્સના સાણંદ મેન્યુફેક્ચરિંગ યુનિટે 1 મિલિયન કારના ઉત્પાદનનો આંકડો પાર કર્યો છે. ટાટાએ તેની સત્તાવાર વેબસાઇટ પર પ્લાન્ટની તસવીરો શેર કરીને આ માહિતી આપી હતી. કંપનીએ જણાવ્યું કે આ પ્લાન્ટમાં Tiago, Tiago AMT, Tiago.ev, Tiago iCNG, Tigor, Tigor AMT, Tigor EV, Tigor iCNG અને XPRES-T EVનું ઉત્પાદન થાય છે.

2010માં આ પ્લાન્ટની સ્થાપના કરી હતી 

ટાટાએ 2010માં સાણંદ પ્લાન્ટની સ્થાપના કરી હતી. આ ટાટા દ્વારા સ્થપાયેલા નવા પ્લાન્ટ્સમાંનું એક છે, જે 1100 એકરમાં ફેલાયેલું છે. આ પ્લાન્ટમાં 6000 થી વધુ લોકો કામ કરે છે, જેઓ ટાટા સાથે પ્રત્યક્ષ અથવા પ્રત્યક્ષ રીતે જોડાયેલા છે. હવે ટાટાએ આ પ્લાન્ટમાંથી તેનું 10 લાખમું વાહન બહાર પાડ્યું છે.

10 લાખમી કારને ફ્લેગ ઓફ કરવાનું ગૌરવ 

સાણંદ પ્લાન્ટ હેઠળ, ટાટાએ સાણંદ, બાવળા અને વિરમગામની આસપાસના 68 ગામોને દત્તક લીધા હતા. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટીના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ આ સફળતા પર ખુશી વ્યક્ત કરી હતી. મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે સાણંદ પ્લાન્ટમાંથી 1 મિલિયનમી કારને ફ્લેગ ઓફ કરતાં તેઓ અત્યંત ગર્વ અનુભવે છે. આ સફળતા અમને જણાવે છે કે અમે બજારની જરૂરિયાતોને સમજીને ભારતમાં વિકાસ કરી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ દેશનું પહેલું CNG બાઈક આ સમયગાળામાં થશે લોન્ચ, આ કંપની મચાવશે ધૂમ, સમજી લો પાવર અને કામનું 'ચક્કર'


સફળતા દર્શાવે છે કે અમે કેટલું મોટું લક્ષ્ય નક્કી કર્યું હતું

મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, આ સફળતા દર્શાવે છે કે અમે કેટલું મોટું લક્ષ્ય નક્કી કર્યું હતું અને કંપનીએ લોકોને આપેલી પ્રતિબદ્ધતાઓ પણ પૂર્ણ કરી છે. અમારી મહેનતને કારણે અમારા ઉત્પાદનોને ઓળખ મળી રહી છે. ઉપરાંત, આ માઈલસ્ટોન સુધી પહોંચવું એ દર્શાવે છે કે લોકો અમારી પ્રોડક્ટ્સને સતત પસંદ કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે અમે આ ગતિ જાળવી રાખીશું અને લોકોને સુરક્ષિત, સ્માર્ટ અને ઇકો-ફ્રેન્ડલી વાહનો આપવાનું ચાલુ રાખીશું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ