બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / tata launched altroz automatic with dual clutch transmission

ગજબ / Tata Altroz પાસે છે એવું ફિચર જે દુનિયાની કોઈ કારમાં નથી, નવું વેરિએન્ટ થયું લોન્ચ

Arohi

Last Updated: 06:51 PM, 21 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TATA Motorsએ ખૂબ આધુનિક ડુએલ ક્લચ ઓટોમેટિક ગેરબોક્સ વાળી Altroz પ્રીમિયમ હેચબેક ભારતમાં લોન્ચ કરી છે.

  • ટાટા મોટર્સની નવી કાર 
  • જાણો ફિચર અને ખાસિયત
  • Altroz પ્રીમિયમ હેચબેક ભારતમાં લોન્ચ

ટાટા મોટર્સે અલ્ટ્રોજ પ્રીમિયમ હેચબેકનું ડુઅલ ક્લચ ઓટોમેટિક વેરિએન્ટ ભારતમાં લોન્ચ કરી દીધુ છે. જેની શરૂઆતી એક્સશોરૂમ કિંમત 8.1 લાખ રૂપિયા રાખવામાં આવી છે. એલ્ટ્રોઝ ડીસીએની સાથે લાગેલુ ઓટોમેટિક ટ્રાન્સમિશન ખૂબ જ આધુનિક છે અને ભારતીય ગ્રાહકોના હિસાબથી તૈયાર કરવામાં આવ્યું છે.

આ દુનિયામાં પહેલી વખત બન્યું છે જેની સાથે પ્લેનેટરી ગિયર સિસ્ટમ આપવામાં આવ્યું છે. કારના ઓટોમેટિક વેરિએન્ટની સાથે સેગમેન્ટમાં પહેલી વખત મળેલા ઘણા ફિચર્સ લોન્ચ કરવામાં આવ્યા છે જેમાં વેટ ક્લચની સાથે એક્ટિવ કૂલિંગ ટેક્નિક, મશીન લર્નિંગ, શિફ્ટ બાય વાયર ટેક્નીક, સેલ્ફ હિલિંગ મેકેનિઝમ અને ઓટો પાર્ક લોક શામેલ છે. 

આ વેરિએન્ટ્સને મળશે ડીસીએ 
ટાટા મોટર્સે અલ્ટ્રોઝ ડીસીએને 1.2- લીટર રેવેટ્રોન પેટ્રોલ એન્જિનની સાથે લોન્ચ કર્યું છે. આ એન્જિન કારના 4 ટોપ મોડલ્સમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં એક્સએમ પ્લસ, એક્સટી, એક્સઝેડ અને એક્સઝેડ પ્લસ શામેલ છે. કારના ટોપ મોડલની કિંમત 9.89 લાખ રૂપિયા સુધી જાય છે. 

ટાટા અલ્ટ્રોઝ ડીસીએને નવું ઓપ્રા બ્લૂ કલરમાં લોન્ચ કર્યું છે. તે ઉપરાંત નવી કાર ડાઉનટાઉન રેડ, ઓર્કેડ ગ્રે, એવેન્યૂ વ્હાઈટ અને હાર્બર બ્લૂ રંગોની સાથે સાથે ડાર્ક રેન્જમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જોવામાં પહેલાથી આ પ્રીમિયમ હેચબેક ખૂબ જ શાનદાર છે અને વેરિએન્ટને ચલાવવું પણ હવે ખૂબ સરળ થઈ જશે. 

કારનું કેબિન ખૂબ બદલાઈ ગયું 
ટાટા મોટર્સે અલ્ટ્રોઝ ડીસીએના બહારના ભાગમાં જ્યાં નામ માત્રનો ફેરફાર કર્યો છે. ત્યાં જ કારનું કેબિન ખૂબ બદલી દેવામાં આવ્યું છે. અહીં કારને પ્રીમિસમ લેધરેટ સીટ્સ, ઓટો હેડલેપ્સ, હોર્મનથી 7-ઈંચ ટચસ્ક્રીન, 7-ઈંચનું ટીએફટી ડિજિટલ ક્લસ્ટર, રિયર એસી વેન્ટ્સ અને આઈઆરએ કનેક્ટેડ કાર ટેક્નીક જેવા ઘણા અન્ય ફિચર્સ આપવામાં આવ્યા છે. 

આજ કારણ છે કે સતત કંપનીને આ કારની ભારે ડિમાન્ડ મળતી જઈ રહી છે. નવા મોડલની સાથે સારા સેફ્ટી ફિચર્સ આપવામાં આવ્યા છે અને ગ્લોબલ એનકેપે તેને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ પણ આપ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ