બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / TAT Exam Announced for Higher Secondary, Form Filling Starts From 5th July

BIG NEWS / ઉચ્ચતર માધ્યમિક માટે TATની Exam જાહેર, 5 જુલાઈથી ફોર્મ ભરવાના શરૂ, જાણો પરીક્ષા ક્યારે

Malay

Last Updated: 09:57 AM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષાને લઈને આજે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષા માટે ઉમેદવારો 5 જુલાઈથી 15 જુલાઈ સુધી ફોર્મ ભરી શકશે.

 

  • TATની પરીક્ષાની તારીખો જાહેર
  • આજે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
  • 6 ઓગસ્ટે પ્રાથમિક પરીક્ષાનું આયોજન

છેલ્લા ઘણા સમયથી ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TATની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ આગામી 6 ઓગસ્ટના રોજ પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) લેવામાં આવશે. જ્યારે 17 સેપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) યોજાશે. 

પરીક્ષાને લઈને આજે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) TAT-HIGHER SECONDARY  પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. TATની પરીક્ષા માટે 5 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 5 જુલાઈથી 17 જુલાઈ સુધી ફી સ્વીકાર કરવામાં આવશે. ઉમેદવારો http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેકિંગ મારફત ફી ભરી શકશે.  

No description available.

નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે પરીક્ષા
પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) 6 ઓગસ્ટના રોજ લેવાશે. જ્યારે 17 સપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ)નું આયોજન કરાયું છે. રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષા અંગે જાહેરાત કરી છે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે. 

25 જૂને યોજાઈ હતી TATની મેઈન્સ એક્ઝામ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 25 જૂનના રોજ માધ્યમિક માટે TATની મુખ્ય પરીક્ષાનું આયોજન કરાયું હતું.  અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં પરીક્ષા યોજાઈ હતી. પ્રિલિમ પરીક્ષામાં પાસ થનારા 60 હજાર ઉમેદવારો આ પરીક્ષામાં સામેલ થયા હતા. રાજ્યના કુલ 225 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરાયું હતું. સવારે 10.30થી 1 વાગ્યા સુધી ભાષા સજ્જતાના પેપરની પરીક્ષા યોજાઈ હતી. જ્યારે  બપોરે 3થી સાંજના 6 વાગ્યા સુધી વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનું પેપર લેવાયું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ