બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Tarek Fatah died at the age of 73, daughter natasha tweeted

શોકાતુર / પાકિસ્તાનમાં જન્મેલા મશહૂર લેખક તારીક ફતેહનું નિધન, લાંબા સમયથી હતા બીમાર, બોલિવૂડે પણ વ્યક્ત કર્યો શોક

Last Updated: 06:57 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની મૂળનાં કેનેડિયન લેખક તારીક ફતેહનું 73 વર્ષની ઉંમરે નિધન થયું છે.

  • પ્રખ્યાત પત્રકાર અને લેખક તારીક ફતેહનું નિધન
  • પાકિસ્તાની મૂળનાં હતાં તારીક ફતેહ
  • દીકરી નતાશાએ આપી મરણ અંગે માહિતી

પાકિસ્તાની મૂળનાં કેનેડિયન લેખક અને સ્તંભકાર તારીક ફતેહનું સોમવારે નિધન થયું છે. તે 73 વર્ષનાં હતાં. લાંબા સમયથી બીમાર હતાં અને આજે તેઓ મૃત્યુ પામ્યાં છે. તેમની દિકરી નતાશાએ તારીક ફતેહનાં નિધન અંગે માહિતી આપી હતી.

દીકરી નતાશાએ ટ્વિટ કરી આપી માહિતી
તારીકની દીકરી નતાશાએ કહ્યું કે પંજાબનાં શેર, હિંન્દુસ્તાનનાં પુત્ર, કેનેડિયનનાં પ્રેમી, સત્યનાં હિમાયતી, ન્યાય માટે લડનારા, દબાયેલા-કચડાયેલા શોષિત લોકોનો અવાજ, તારીક  ફતેહ હવે નથી રહ્યાં. તેમની ક્રાંતિ તે સૌકોઈ સાથે જોડાયેલી રહેશે જે તેમને ઓળખતાં હતાં અને પ્રેમ કરતાં હતાં.

ફિલ્મકાર વિવેક રંજન અગ્નિહોત્રીએ તારીક ફતેહનાં નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે માત્ર એક જ તારિક ફતેહ હતાં. 

તારીક ફતેહ કોણ હતાં?
તારિક ફતેહનો જન્મ 20 નવેમ્બર 1949માં કરાચીમાં થયો હતો. તેમનો પરિવાર મુંબઈમાં રહેતો હતો પરંતુ વિભાજન બાદ તેઓ કરાચી ચાલ્યાં ગયાં હતાં. તેમણે કરાચી યૂનિવર્સિટીથી બાયોકેમેસ્ટ્રીનું ભણતર કર્યું હતું પરંતુ પાછળથી પત્રકારિતામાં જોડાયા હતાં. પત્રકારત્વ દરમિયાન તેમને 2 વખત જેલ જવું પડ્યું હતું. પછીથી તેમણે પાકિસ્તાન છોડી દીધું અને સાઉદી અરબમાં સેટલ થયાં. 1987માં ફતેહ કેનેડા શિફ્ટ થયાં.

સંકળાયેલા મુદ્દાઓ

Death Journalist Tarek Fatah Writer pakistani તારિક ફતેહ નિધન પાકિસ્તાની લેખક Tarek Fatah died
Vaidehi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ