બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Tara Sutaria was to become the daughter-in-law of the Kapoor family, but now the news of heartbreak has come out

બોલીવુડ ગપશપ / કપૂર ફેમિલીની વહુ બનવાની હતી તારા સૂતરિયા, પણ હવે સામે આવ્યા દિલ તૂટવાના સમાચાર

Megha

Last Updated: 12:10 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદર જૈન અને તારા સુતારિયાની જોડી ચાહકોને ઘણી પસંદ હતી અને તેમના બ્રેકઅપ સમાચાર સાંભળીને તેમના ચાહકોને ઘણો આઘાત લાગ્યો છે.

  • તારા સુતરિયા અને આદર જૈનના સંબંધો તૂટી ગયા
  • બ્રેકઅપ સમાચાર સાંભળીને ચાહકોને ઘણો આઘાત લાગ્યો
  • આદર જૈન રણબીર કપૂરનો કઝીનભાઈ છે

એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં સંબંધો ક્યારે બને છે અને ક્યારે તૂટે છે તે કોઈ જાણી શકતું નથી. એવામાં એક સમાચાર આવ્યા છે કે બી-ટાઉનના વધુ એક કપલનો સંબંધ તૂટી ગયો છે. મલ્ટી જાણકારી અનુસાર તારા સુતરિયા અને આદર જૈનના સંબંધો તૂટી ગયા છે અને બંનેએ મ્યુચઅલ બ્રેકઅપ કર્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. જોકે તેમના બ્રેકઅપના સમાચારની પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TARA💫 (@tarasutaria)

તારા-આદર નું બ્રેકઅપ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંનેનું બ્રેકઅપ કોઈ ખરાબ રીતે નથી થયું પણ તેઓ પરસ્પર સંમતિથી છૂટા પડી ગયા છે. આ સાથે જ સૂત્રનું કહેવું છે કે બંને મેચ્યોર છે અને બ્રેકઅપ પછી પણ બંને મિત્રો રહેશે. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ કપલ બ્રેકઅપ પછી પણ સાથે મિત્રતા જાળવી રહ્યું હોય. આ પહેલા પણ ઘણા એવા ઘણા કપલ જોવા મળ્યા છે જે અલગ થયા પછી પણ મિત્રો રહે છે. આદર જૈન અને તારા સુતારિયાની જોડી ચાહકોને ઘણી પસંદ હતી અને તેમના બ્રેકઅપ સમાચાર સાંભળીને તેમના ચાહકોને ઘણો આઘાત લાગ્યો હશે. 

હવે સિંગલ છે તારા-આદર 
આદર જૈન અને તારા સુતરિયાને લોકો એક સાથે જોવાનું પસંદ કરતા હતા અને બંને ઘણીવાર એક સાથે જોવા મળતા હતા. આ સિવાય તારા અને આદરની એક સાથે ઘણી તસવીરો વાયરલ થતી હતી. પણ હવે એ જાણી શકાયું નથી કે તેમના બ્રેકઅપનું કારણ શું હતું પણ તેમના અલગ થવાના સમાચાર ચોંકાવનારા છે. ચાહકો અનુમાન કરી રહ્યા હતા કે તેમનો સંબંધ જલ્દીજ લગ્ન બંધનમાં ફેરવાઇ જશે પણ તે પહેલા જ કપલ અલગ થઈ ગયું છે. તારા સુતારિયાને કપૂર પરિવારની વહુ બનતી જોવા માટે ચાહકો ઘણા ઉત્સાહિત હતા અને તમને જણાવી દઈએ કે તારા કપૂર પરિવારના ફેમિલી ગેટ ટુગરમાં ભાગ લેતી જોવા મળી હતી. તારા અને આદર હવે સિંગલ છે અને એમને ક્યારેય પોતાના સંબંધોને મીડિયાથી છુપાવ્યા નથી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aadar Jain (@aadarjain)

આદર જૈન બોલિવૂડના હેન્ડસમ હંક રણબીર કપૂરનો કઝીનભાઈ છે. આદર એ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે પણ તેતેના  ફિલ્મી કરિયરમાં વધુ આગળ વધી શક્યો નથી. બીજી તરફ તારા સુતારિયાએ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી ડેબ્યુ કર્યું હતું. આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી. પરંતુ SOTY 2 પછી તારા કોઈ હિટ ફિલ્મ આપી શકી નથી. તેની છેલ્લી રિલીઝ એક વિલન રિટર્ન્સ હતી. જે ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ