બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Taj Mahal's marble is turning green, tiny germs are responsible, increased tension in the system
Megha
Last Updated: 11:49 AM, 2 December 2023
ADVERTISEMENT
પ્રેમનું પ્રતીક માનવામાં આવતું એવું સફેદ આરસની ઇમારત તાજમહેલ તેની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સાથે જ તાજમહેલને સાતમી અજાયબી કહેવામાં આવે છે. એવામાં હવે આ સફેદ આરસના આ સુંદર વારસા પર લીલો પડ દેખાવા લાગ્યો છે જેના કારણે સુંદર ઈમારતનો રંગ ફિક્કો પડી રહ્યો છે.
The Taj Mahal faces a new challenge as parts of its pristine white exterior has turned green due to an infestation of the "Goeldichironomus" insect species.
— The Weather Channel India (@weatherindia) December 1, 2023
he insects breed in the polluted waters of the Yamuna River, leaving dark brown and green stains on the marble and inlay… pic.twitter.com/z9d5Ubsekk
ADVERTISEMENT
એક જંતુને કારણે બદલાઈ રહ્યો છે તાજમહેલનો રંગ
તાજમહેલનો સફેદ આરસ લીલો દેખાઈ રહ્યો છે અને આ એક જંતુને કારણે છે જે તેના બદલાતા રંગ માટે જવાબદાર છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) કહે છે કે તાજમહેલ નાના જંતુઓથી જોખમમાં છે. આ જંતુઓ આરસનો રંગ બદલી રહ્યા છે. પ્રથમ વખત આ માહિતી 2015માં મળી હતી. 2020 માં કોવિડ દરમિયાન આ જંતુઓની અસરમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે ફરી એકવાર તેઓ સ્મારક માટે સમસ્યા બની ગયા છે. આ જંતુને ગોલ્ડી ચિરોનોમસ કહેવામાં આવે છે. ભારતીય પુરાતત્વ વિભાગના અધિક્ષક રાજકુમાર પટેલના જણાવ્યા અનુસાર, ગોલ્ડી ચિરોનોમસ પ્રજાતિના જંતુ તાજમહેલની દીવાલો પર લીલો પદાર્થ ઉત્સર્જિત કરી રહ્યા છે, જેના કારણે તાજમહેલની સુંદર કોતરણી પર લીલા ડાઘા દેખાઈ રહ્યા છે. અગાઉ આ જંતુ મે અને જૂન વચ્ચે જોવા મળી ચૂક્યું છે.
તાજમહેલની દિવાલોની સફાઈ ફરીથી શરૂ કરવામાં આવી
હવે અંહિયા આશ્ચર્યની વાત એ છે કે ગયા વર્ષે તાપમાનમાં ઘટાડો થતાં એટલે કે શિયાળામાં આ જંતુઓ અદૃશ્ય થઈ ગયા હતા. પરંતુ આ વર્ષે એવું હજુ સુધી થયું નથી. દેશભરમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને તાપમાનમાં ઘટાડો થવા છતાં, તેમની સંખ્યા વધુ રહે છે અને પ્રજનનને કારણે તેમની સંખ્યા વધી રહી છે. રાજકુમાર પટેલે આગળ કહ્યું કે, ASI તાજમહેલની સપાટી પર આ જંતુઓના વિકાસને રોકવા માટે એક અભ્યાસ કરી રહી છે. હવે આ સમસ્યાનો સામનો કરવા માટે તાજમહેલની દિવાલોની સફાઈ ફરીથી શરૂ કરવામાં આવી છે અને ટીમ તાજમહેલની સુંદરતા જાળવી રાખવા માટે સતત કામ કરી રહી છે.
The Archaeological Survey of India (ASI), entrusted with the preservation of the Taj Mahal, is grappling with renewed worries over the recurring appearance of green stains on the iconic monument. In response, ASI has initiated an extensive year-long study to explore effective… pic.twitter.com/fXHyoUjsYq
— Pune Mirror (@ThePuneMirror) December 1, 2023
ગોલ્ડી ચિરોનોમસ શું છે?
ગોલ્ડી ચિરોનોમસ એક પ્રકારનું જંતુ છે. જે ગંદા અને પ્રદૂષિત પાણીમાં વિકસિત થય છે છે. માદા જંતુ એક સમયે એક હજાર ઇંડા મૂકે છે. આ જંતુ બે દિવસ જીવે છે. હાલ તાજમહેલ પર આ જ ગોલ્ડી ચિરોનોમસ બેસે છે અને તાજમહેલના જુદા જુદા ભાગોની દિવાલોને તેના મળથી લીલી કરી રહી છે. ASI કહે છે કે, આ જંતુ યમુના નદીમાં માર્ચ-એપ્રિલથી સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન જોવા મળે છે, જ્યારે તાપમાન 28-35 ડિગ્રી સેલ્સિયસ રહે છે. પરંતુ આ વર્ષે તેઓ નવેમ્બર સુધી પણ દેખાયા હતા.
આ જંતુઓ તાજમહેલ ક્યાંથી પહોંચ્યા?
રાજકુમાર પટેલના જણાવ્યા મુજબ આ વિશે હાલ એક રિસર્ચ ચાલી રહી છે, એને કહ્યું કે, 'અમે તેનો સામનો કરવા માટે એક અભ્યાસ શરૂ કર્યો છે, જેને પૂર્ણ થવામાં લગભગ એક વર્ષનો સમય લાગી શકે છે. જંતુઓની સંખ્યા વધવાથી તાજમહેલની સુંદરતા પર સીધી અસર પડી રહી છે. તેમનું કહેવું છે કે, 28 થી 35 ડિગ્રી તાપમાન એ જંતુઓના વિકાસ અને સક્રિય થવા માટે યોગ્ય માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે તાપમાન ઓછું હોવા છતાં, તેઓ સક્રિય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.