બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / T20 Worldcup second match against new zealand hardik pandya fit to play

T20 Worldcup / હાશ! સારું થયું New Zealand સામેની મેચ અગાઉ આ ખેલાડીનો રસ્તો સાફ થઈ ગયો નહીં તો ફરી...

Mayur

Last Updated: 02:23 PM, 26 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC T20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાએ તેની આગામી મેચ 31 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે પોતાની બીજી મેચ રમવાની છે.

  • 31 ઓક્ટોબરે પોતાની બીજી મેચ રમશે ટીમ 
  • દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે મેચ 
  • 'હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફિટ'

ICC T20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાએ તેની આગામી મેચ 31 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે પોતાની બીજી મેચ રમવાની છે. આ પહેલા 'વિરાટ આર્મી' માટે મોટા સમાચાર આવ્યા છે.

'હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફિટ'
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની આગામી મેચ રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે. ટીમમાં તેની ભૂમિકા ફિનિશર જેવી છે. ઉપરાંત તે એક અનુભવી ખેલાડી પણ છે જે સમયાંતરે ધમાકેદાર ઇનિંગ રમતો જોવા મળતો હોય છે. અગાઉ પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફી ફાયનલમાં તે ખીલી ઊઠતો જોવા મળ્યો છે. 

બોલિંગ નથી કરી શકતો 
હાર્દિક એક સારો ઓલરાઉન્ડર માનવામાં આવે છે પરંતુ ઇન્જરી બાદ હવે તે બોલિંગ ઓછી કરે છે અને તે અત્યારે બોલિંગ નથી કરી રહ્યો.

સ્કેનથી ટેન્શન વધ્યું 

પાકિસ્તાન સામે મેચ બાદ હાર્દિકના સ્કેનથી ટેન્શન વધી ગયું હતું
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પાકિસ્તાન વિરૂદ્ધ T20 વર્લ્ડ કપ મેચ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી, ત્યારબાદ તે ફિલ્ડિંગ માટે બહાર આવ્યો ન હતો. તેની જગ્યાએ ઈશાન કિશન આખી મેચ દરમિયાન ફિલ્ડિંગમાં ઉતર્યો હતો.
ચાંસ નથી લેવા માંગતી ટીમ 
સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ટીમ તેના મામલે કોઈ ચાંસ લેવા નથી માંગતી. હાર્દિક પંડ્યા સારું ફિલ કરી રહ્યો છે, તેણે કહ્યું, 'કોઈ વાંધો નહીં, તે સારું અનુભવી રહ્યો છે. તે માત્ર એક સેફટી  સ્કેન હતું અને ટીમ મેનેજમેન્ટ ચાન્સ લેવા માગતું ન હતું કારણ કે તે ગઈકાલે ટુર્નામેન્ટની પ્રથમ મેચ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ