બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Swara Bhaskar targets the government over Atiq Ahmed's murder said This is not a matter of celebration

કટાક્ષ / 'આ કોઈ ઉજવણી કરવાની વાત નથી..' સ્વરા ભાસ્કરે અતીક અહેમદની હત્યા પર સરકાર પર સાધ્યું નિશાન

Megha

Last Updated: 04:22 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગઈકાલે રાત્રે અજાણ્યા લોકો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, આ ઘટનાણએ લઈને અભિનેત્રી સ્વરા ભાસ્કરે સરકાર પર પ્રહારો કર્યા છે.

  • અતીક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી
  • સ્વરા ભાસ્કરે એ ઘટનાને લઈને સરકાર પર પ્રહારો કર્યા
  • કિલિંગ અથવા એન્કાઉન્ટર એ ઉજવણી કરવા જેવી બાબત નથી

ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગઈકાલે રાત્રે અજાણ્યા લોકો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, એ સમયે પોલીસ અતીક અને તેના ભાઈ અશરફને મેડિકલ ચેકઅપ માટે કોલવિન હોસ્પિટલમાં લઈ જઈ રહી હતી. એવામાં અચાનક 3 હુમલાખોરોએ હોસ્પિટલની બહાર પોલીસ પાસેથી પસાર થતાં ફાયરિંગ કર્યું હતું. જો કે આ ઘટના બાદ કેટલાક લોકો આનાથી ખુશ થયા છે તો કેટલાક લોકો તેની આકરી ટીકા કરી રહ્યા છે. આ બધા વચ્ચે બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે એ ઘટનાને લઈને સરકાર પર પ્રહારો કર્યા છે અને હત્યાની નિંદા કરી છે. 

સ્વરા ભાસ્કરે ટ્વિટ કરીને કહી આ વાત 
જણાવી દઈએ કે સ્વરાએ ટ્વીટ કર્યું, “એકસ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગ અથવા એન્કાઉન્ટર એ ઉજવણી કરવા જેવી બાબત નથી. આ ઘટના સંકેત આપે છે કે રાજ્ય નિયમ વિરુદ્ધ કામ કરી રહ્યું છે અને રાજ્યની એજન્સીઓની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે, કારણ કે તેઓ ગુનેગારોની જેમ કામ કરી રહી છે. આ મજબૂત શાસન નથી, આ અરાજકતા છે."

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા અતીકના પુત્ર અસદનું એન્કાઉન્ટર થયું હતું. આ સાથે જ જણાવી દઈએ કે અતીક અને તેના પુત્ર પર રાજુ પાલ હત્યા કેસના સાક્ષી ઉમેશ પાલની હત્યાનો આરપો હતો. 

સ્વરા ભાસ્કર થઈ હતી ટ્રોલ 
જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને સપા નેતા ફહાદ અહેમદ થોડા દિવસો પહેલા જ ચર્ચામાં હતા કારણ કે અભિનેત્રીએ કોર્ટમાં ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્ન બાદ અભિનેત્રીએ ટ્વિટર પર એક પોસ્ટ પણ કરી હતી. નોંધનીય છે કે સ્વરા ભાસ્કરનો પતિ ફહાદ અહેમદ મુસ્લિમ છે અને સ્વરા હિન્દુ છે, જેના કારણે યુઝર્સ તેમને ખૂબ ટ્રોલ કરતા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ