બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Swara Bhaskar spoke on the boycott trend- 'Bollywood was defamed after Sushant's death'

મનોરંજન / સ્વરા ભાસ્કરે બોલિવૂડ બૉયકોટને સુશાંત સિંહની મોત સાથે જોડ્યો, કહ્યું જ્યારથી મૃત્યુ થયું છે ત્યારથી જ...

Megha

Last Updated: 11:34 AM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજું કે કોવિડ છે તો લોકો હજુ પણ ઘરની બહાર જવા માંગતા નથી અને ત્રીજું કારણ OTT આવી ગયું છે તો તેને કારણે થિયેટરમાં લોકો જવા નથી માંગતા. આ ઉપરાંત ચોથું કારણ છે સુશાંત સિંહ રાજપૂત.

  • ચાર વર્ષ પછી સ્વરા ભાસ્કર મોટા પડદા પર પરત ફરી રહી છે
  • સ્વરા ભાસ્કરનું બોલીવુડ બૉયકોટ ટ્રેન્ડ પર નિવેદન સામે આવ્યું છે
  • વધતી મોંઘવારી વિશે કઈં નથી કરવું, ફિલ્મો બૉયકોટ કરવી છે 

સ્વરા ભાસ્કર તેના બેબાક અંદાજ અને નિવેદનને કારણે હંમેશા લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનીને રહે છે. હાલ જ તેને એક ફિલ્મ જહાં ચાર યાર' રિલીઝ થવાની છે. સોમવારે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ચાર વર્ષ પછી સ્વરા ભાસ્કર મોટા પડદા પર પરત ફરી રહી છે. હાલ બોલીવુડની દરેક ફિલ્મને સોશ્યલ મીડિયા પર બૉયકોટ ટ્રેન્ડનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ નવા નવા બૉયકોટના હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. આ સિવાય બોક્સ ઓફિસ પર સાઉથની ફિલ્મો બોલીવુડ પર હાવી થઈ રહી છે. હાલ સ્વરા ભાસ્કરનું આ બૉયકોટ ટ્રેન્ડ પર નિવેદન સામે આવ્યું છે. 

વધતી મોંઘવારી વિશે કઈં નથી કરવું, ફિલ્મો બૉયકોટ કરવી છે 
સ્વરા ભાસ્કરે હાલ બોલીવુડ બૉયકોટ ટ્રેન્ડ વિશે પોતાના વિચારો જણાવતા કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી બોલિવૂડ સામે નફરતનું વલણ ઘણું વધ્યું છે. મીડિયા સાથે વાત કરતા સ્વરાએ બોલિવૂડની ફિલ્મોનથી ચાલી રહી તેના પર કહ્યું હતું કે, “અનુરાગ કશ્યપે જે કહ્યું હતું એ હું પણ કહીશ, મેં એમનું એક ઈન્ટરવ્યુ સાંભળ્યું હતું જેમાં મારા મતે તે એકદમ સાચા હતા. તેમણે કહ્યું કે દેશ આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. જ્યારે દરેક વસ્તુ મોંઘી હોય ત્યારે કોઈ પૈસા ખર્ચવા માંગતું નથી. તો પહેલી વાત એ કે કોઈ તેના વિશે વાત કરતું જ નથી. બધા બોલિવૂડની પાછળ પડી રહ્યા છે જાણે વધતી મોંઘવારીને કારણે થિયેટરમાં લોકો નથી આવતા તેના માટે ફક્ત બોલિવૂડ જ જવાબદાર છે.'

બોલીવુડને નાપસંદ કરવાવાળા લોકો 
બીજી વાત છે એ કોવિડ છે, લોકો હજુ પણ ઘરની બહાર જવા માંગતા નથી અને ત્રીજું કારણ OTT આવી ગયું છે તો તેને કારણે થિયેટરમાં લોકો જવા નથી માંગતા. આ ઉપરાંત ચોથું કારણ છે સુશાંત સિંહ રાજપૂત, તેમની દુ:ખદ આત્મહત્યા પછી બોલિવૂડને એક ખરાબ જગ્યા બતાવવામાં આવી છે જ્યાં માત્ર ડ્રગ્સ, આલ્કોહોલ અને સેક્સ છે અને બીજું કશું નથી. જો દરેક વ્યક્તિ આવું જ કરે છે તો ફિલ્મ કોણ બનાવી રહ્યું છે એ કોઈ વિચારતું નથી. કમનસીબે બોલિવૂડને ખાલીખોટું બદનામ કરવામાં આવી રહ્યું છે અને અહિયાં એવા લોકો છે જેમને બોલિવૂડ પસંદ નથી જે આ અભિયાન ચલાવી રહ્યા છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ