બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Swara Bhaskar-Fahad Ahmad Wedding: became a couple without marriage, see wedding album

મનોરંજન / ન સાત ફેરા ફર્યા કે ન તો નિકાહ કર્યા! સાઉથ ઇન્ડિયન દુલ્હન બનેલ સ્વરા ભાસ્કરના PHOTOS થયા વાયરલ

Megha

Last Updated: 12:48 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વરા ભાસ્કરે અને ફહાદ અહેમદે નિકાહ કે સાત ફેરા લીધા વિના લગ્ન કરી લીધા હતા. હાલ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બંનેએ એમના અલગ ધર્મને કારણે માટે કોર્ટ મેરેજ કર્યા હતા.

  • સ્વરા ભાસ્કરે પોતાના લગ્નની લેટેસ્ટ તસવીરો શેર કરી
  • સાઉથ ઇન્ડિયન દુલ્હન બની સ્વરા ભાસ્કર 
  • ન સાત ફેરા ફર્યા કે ન તો નિકાહ કર્યા 

બોલિવૂડ ફિલ્મ સ્ટાર સ્વરા ભાસ્કરે તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ફહાદ અહેમદ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. જણાવી દઈએ કે આ સ્ટાર કપલના લગ્નની પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. સાથે જ સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે નજીકના સંબંધીઓ અને સગા-સંબંધીઓ વચ્ચે ધામધૂમથી લગ્ન કર્યા જેની તસવીરો અભિનેત્રી સ્વરા ભાસ્કર તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઇંસ્ટા-સ્ટોરી પર શેર કરી રહી છે. સ્વરા ભાસ્કરે પોતાના લગ્નની લેટેસ્ટ તસવીરો શેર કરીને લગ્નની ઝલક બતાવી છે.

ન સાત ફેરા કે ન તો નિકાહ 
અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે ધામધૂમથી લગ્ન કર્યા. જો કે અંહિયા નવાઈની વાત એ છે કે અભિનેત્રીએ લગ્નની વિધિની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી નથી. એવામાં ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બંનેએ નિકાહ કે સાત ફેરા લીધા વિના લગ્ન કરી લીધા હતા. નોંધનીય છે કે આ કપલ કોર્ટ મેરેજ કરી ચુક્યું છે અને હાલ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બંનેએ એમના અલગ ધર્મને કારણે માટે કોર્ટ મેરેજ કર્યા હતા. 

જો કે એ બાદ તેઓ બંને હલ્દી, મહેંદી અને સંગીત જેવી વિધિ ધામધૂમથી કરવા માંગતા હતા. એટલા માટે એમને હાલ એ સેલિબ્રેશન કર્યું હતું જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

સાઉથ ઇન્ડિયન દુલ્હન બની સ્વરા ભાસ્કર 
સ્વરા ભાસ્કરે આ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે, જેમાં તે મરુન અને ગોલ્ડન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સાથે જ તેને હાથોમાં મહેંદી, લાલ બંગડી, નાકની વીંટી, કપાળની પટ્ટી અને વાળમાં ગજરો લગાવ્યો છે અને  સાઉથ ઇંડિયન દુલ્હન બની છે. જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે કોર્ટ મેરેજ કર્યા હતા. 

જો સમાચારની વાત માનીએ તો બંનેની મુલાકાત વર્ષ 2019-2020માં આંદોલન દરમિયાન થઈ હતી અને આ દરમિયાન બંને મિત્રો બન્યા હતા અને ધીરે ધીરે પ્રેમમાં પડ્યા હતા અને આજે બંને કાયમ માટે એકબીજાના બની ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ