બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Suspicious people are hiding in Madhupura mosque in Ahmedabad

ફફડાટ / અમદાવાદમાં માધુપુરાની મસ્જિદમાં શંકાસ્પદ લોકો છુપાયાની આશંકાથી ફફડાટ, પોલીસ બેડામાં દોડધામ

Kiran

Last Updated: 03:01 PM, 21 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં માધુપુરાની મસ્જિદમાં શંકાસ્પદ લોકો છુપાયાની આશંકાથી ફફડાટ, શંકાસ્પદ લોકોની માહિત મળતી પોલીસ તંત્ર દોડતું થયું

  • મસ્જિદમાં શંકાસ્પદ લોકો છુપાયાની માહિતી
  • માધવપુરાની મસ્જિદમાં છુપાયાની માહિતી
  • જુદી જુદી ટીમોએ શંકાસ્પદની શોધખોળ કરી શરૂ


અમદાવાદમાં મસ્જિદમાં શંકાસ્પદો છુપાયાની માહિતી અફવા હોવાનું સામે આવ્યું છે. શહેર પોલીસને ખોટો મેસેજ મળ્યો હોવાનું ખુલતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે, જો કે કંટ્રોલ રૂમમાં મેસેજ મોકલવાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


મસ્જિદમાં શંકાસ્પદ લોકો છુપાયાની માહિતી અફવા 

આજે સવારે શહેર પોલીસને કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે માધુપુરા મસ્જિદમાં 4 વધુ શંકાસ્પદ લોકો છુાપાયા છે જે બાદ પોલીસે દરિયાપુર, કાલુપુરમાં ચેકિંગ હાથ ધર્યું હતું, પોલીસે શહેરકોટડાની 3 અને માધુપુરાની 1 મસ્જિદમાં પણ ચર્ચ ઓપરેશન પણ હાથ દર્યું હતું જો કે સર્ચ દરમિયાન કાંઈ પણ શંકાસ્પદ ન મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.  


અમદાવાદના માધવપુરાની મસ્જિદમાં શંકાસ્પદ લોકો છુપાયા હોવાની માહિતી સામે આવી છે, શંકાસ્પદ લોકો હોવાની માહિત મળતી પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે અને પોલીસ વિભાગ દ્વારા કન્ટ્રોલ રૂમને જાણ કરીને વધુ પોલીસ કાફલાની મદદ માંગવામાં આવી છે. પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

 

 

મસ્જિદમાં શંકાસ્પદ લોકો છુપાયાની માહિતી

મહત્વનું છે તહેવારોની સિઝન દરમિયાન પોલીસ વિભાગ દ્વારા હાઈએલર્ટ આપવામાં આવ્યું છે અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે આંતકી એલર્ટને જોતા હવે શંકાસ્પદ માહિતીને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. 

અમદાવાદમાં આતંકી દહેશતને લઈ અલર્ટ, કાલે જ પોલીસે આપ્યું છે જાહેરનામું 

દિવાળી પહેલા અમદાવાદમાં આતંકી દહેશતને લઇને અલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે શૉપિંગ મોલ, મલ્ટિપ્લેક્સ અને ભીડભાળ વાળી જગ્યાઓ પર અલર્ટ રહેવા માટે કહ્યું છે. હાલ અમદાવાદમાં પોલીસને સઘન ચેકિંગનો આદેશ અપાયો છે. ત્યારે શહેરના તમામ નાગરિકોને પણ અલર્ટ રહેવા સૂચન કરાયું છે. અમદાવાદમાં આતંકવાદી હુમલાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. અલર્ટ જાહેર થયા બાદ અમદાવાદ પોલીસને હાઈ અલર્ટ પર રહેવા કહેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, આજથી 18 ડિસેમ્બર સુધી અમદાવાદને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ પહેલા ઉત્તર પૂર્વી રાજ્ય આસામમાં પણ સુરક્ષાને લઇને હાઈ અલર્ટ જાહેર કરી દેવાયું છે. રાજ્યની ગુપ્ત એજન્સીને એવા ઇનપુટ મળ્યા છે કે અહીં પર પાકિસ્તાની ISI અથવા અલકાયદા હુમલો કરી શકે છે. આ હુમલો પણ આસામના RSS કેડરો, આર્મી વિસ્તારો અને ધાર્મિક સ્થળો પર કરવાની તૈયારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ